________________
શ્રી શાલકુમારનું ચરિત્ર
૧૫૯ ઉપર કરાવે, તે મારી પુત્રી ભરૂકને મળે.” એમ સાંભળી તે પુરૂષે જઈને બધું સત્યભામાને કહી બતાવ્યું. એટલે કન્યાની આશાએ સત્યભામા તેમ કબુલ કરીને તેના સૈન્યમા ગઈ. ત્યારે શાંબ પ્રજ્ઞપ્તિને કહ્યું કે સત્યભામા અને તેને પરિવાર અને કન્યારૂપે જુવે, અને બીજા લોકે મને શાબરૂપે જુવે.” પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તે પ્રમાણે કર્યું, એટલે સત્યભામાએ જમણે હાથ પકડીને શાબને કારકામા પ્રવેશ કરાવ્યું, અને ભીના વિવાહ મહોત્સવમાં તે તેને લઈ આવી તે જોઈને નગરજને અને સ્ત્રીઓ બોલી કે- અહા! આશ્ચર્ય અહા ! ચમત્કાર!” પછી શાંબ સત્યભામાના ઘરે ગયે. ત્યા મનહર બુદ્ધિવાળે તે ભીરૂના જમણ હાથને ઉપર રહેલ પોતાના ડાબા હાથથી પકડીને અને જમણા હાથે નવાણુ કન્યાઓના હાથ સમકાલે પકડીને તે વિધિપૂર્વક અગ્નિને ફરવા લાગ્યું. ત્યારે શાબને જોતાં કન્યાઓ અતરમા વિચારવા લાગી કે –“અમારે સમાન પતિ એવા તમારે પુણ્યના ચગે વિધાતાએ એગ કરી આપે.” હવે વિવાહ ખલાસ થતા શાંબ તે સ્ત્રીઓની સાથે વાસભવનમાં ગમે ત્યાં આવતા ભીરૂને શાબે ભ્રકુટીને ભય બતાવીને ભગાડી મૂકતેણે સત્યભામાને જઈને કહ્યું, પણ વિશ્વાસન આવતાં પિતે ત્યાં આવીને તેણે શાંખને દીઠે. શાબે તેને પ્રણામ કર્યા હવે તે ક્રોધ કરીને બેલી કે–હે ધૃણ! તને અહી કોણ લાવ્યું છે?” શાંબ બે -“હે માત! અહી મને તુંજ લઈ આવી, અને તે જ કન્યાઓની સાથે પાણિગ્રહણ કરાવ્યું, અહીં સાક્ષી તરીકે દ્વારકાના બધા મચસ્થ લેક હાજર છે.” શાબનું આવું બોલવું સાંભળી સત્યભામાએ ત્યાં આવેલા લેકને પૂછયું, એટલે તે બોલ્યાહે દેવી! તુ કેપ ન કર તેજ શબને પ્રવેશ કરાવ્યો અને અમે બધાના દેખતાંજ તે એને કન્યાઓનુ પાણિગ્રહણ કરાવ્યું. ત્યારે –કપટી, કપટીને પુત્ર, કપટીઓમાં વસનાર, કપટી માતાથી જન્મેલા એવા તે મને કન્યારૂપે આવીને છેતર્યો'– એમ ક્રોધથી બેલતી સત્યભામા પોતાના ઘરે ગઈ. પછી બધા લોકોની સમક્ષ કણે પિતે તે કન્યાઓ શાબને આપી, અને જાબવતીએ મે ઓચ્છવ કર્યો. હવે વસુદેવને નમવા ગયેલ શાબ છે – હે તાત! તમે તો પૃથ્વીમાં ભ્રમણ કરીને લાંબા કાળે સ્ત્રીઓને પરણ્યા અને હું તે ભ્રમણ કર્યા વિના એકજ ઠેકાણે એકી સાથે નવાણું કન્યાઓને પરો. એમ તમારી અને મારી વચ્ચેનુ મેટ અંતર પ્રગટ દેખાઈ આવ્યું ” ત્યારે વસુદેવ બોલ્યા–અરે ! કુવાના દેકા સમાન શાંબ ! પિતાએ કહાડી મૂક્યા છતા તુ અહીં ચાલ્યા આવ્યો, માટે માનહીન એવા તને ધિક્કાર છે! અને હું ભાઈના અપમાને વીરવૃત્તિથી નીકળે તથા સર્વ દેશ અને પર્વતમાં અમ્મલિત ભયે, વળી બહુ કન્યાઓને પરણ. પછી યથા અવસરે મળેલાં આ બાંધવોએ આગ્રહ કર્યો ત્યારે હું અહીં આવ્યું, પરંતુ તારી જેમ આગ્રહ વિના નિર્લજજ થઈને પિતાની મેળે હું આવ્યું નથી.' એટલે શાલકુમારે પોતે કરેલ પૂજ્યનું અપમાન જાણુને અંજલિ જેડી, પ્રણામ