________________
નળદમયંતીનું ચરિત્ર.
૧૦૧ આવી જાય છે. નલે રાજ્ય હાથમી જીતી લીધી છતાં અત્યંત ક્રૂર પણ કૂખરપર “આ મારા નાના ભાઈ છે” એમ જાણીને તેણે ક્કા મરજી ન કરી. ન પિતાનું રાજ્ય બરાબર મેળવ્યું અને કારને પ્રથમની જેમ તેણે યુવરાજ બનાવ્યા. પિતાનું રાજ્ય યાને દવતી સહિત નલે અતિ ઉત્કંઠાથી કેશલાપુરીના બધા એને વાદ્યા. હવે રાજ્યાભિક થતાં ભરતાધના વાસી સોળ હજાર રાજાઓ ભક્તિથી માંગ સેંટણાં લઈ આવ્યા. પછી સર્વ રાજાઓ જેની અખંડ આજ્ઞા પાળી રહી છે એવા નલ રાજાએ હજારે વરસ ભરતાધતું રાજ્ય કર્યું.
એક વખતે સ્વર્ગ થકી દિવ્ય રૂપધારી નિષધ દેવ ત્યાં આવ્યો, અને વિષય સમુદ્રમાં મગ્ન થયેલ નલને પ્રતિબોધ આપવા લાગ્યા–“હે વત્સ! લવારણ્યમાં આત્માનું વિવેકરૂપ ધન વિષયરૂપ ચારે લુંટી રહ્યા છે, તેની રક્ષા ન કરવાથી તું શું પુરૂષ છે? મેં પૂર્વે તારી દીક્ષાનો સમય જાણવાનું માથે લીધું, માટે હવે તું, આયુરૂપ વૃક્ષના ફલરૂપ દીક્ષા અંગીકાર કર એમ કહીને તે દેવ અંતર્ધાન થઈ ગયે. એવામાં ત્યાં જિનસેન નામે અવધિનાની આચાર્ય આવ્યા, એટલે નલ અને દવતીએ આદરભાવથી તેમને વાંધા અને તેમણે પોતાનો પૂર્વભવ આચાર્યને પૂછયે, તે બે કે – હે રાજન! સાધુને ક્ષીરદાન આપવાથી તું રાજ્ય પામ્યા અને પૂર્વભવમાં ક્રોધથી મુનિને બાર ઘડી સુધી સાથથી છુટે કર્યો, તેમાંથી તમને ને બાર વરસને વિરહ પડે.” એમ સાંભળી વેરાગ્ય આવતાં પોતાના મુશ્કેલ નામના પુત્રને રાજ્ય આપી, તે દંપતીએ તે આચાર્યની પાસે દીક્ષા લીધી અને લાંબે વખત પાળી, એક વખતે ભગને માટે દવદંતીમાં નલનું મન ગયું, ત્યારે આચાર્યે તેને ત્યાગ કર્યો એટલે પિતાએ આવીને તેને પ્રતિબોધ આપે. પછી વ્રત પાળવાને અસમર્થ હોવાથી નલે અનશન કર્યું, અને તેમાં અનુરાગ ડિવાથી દવ દતીએ પણ તેજ રીતે અનશન કર્યું, પછી નલ મરણ પામીને હું ફએર થયે અને દવદતી મારી સ્ત્રી થઈ. હે વસુદેવ! તે ચવીને કનકવતી થઈ છે. પૂર્વભવના પત્ની તરીકેના નેહથી હું અતિશય મોહિત થઈને અહીં આવ્યો છું, કારણ કે સ્નેહ સે જન્મ સુધી પણ પાછળ જાય છે. હે ચાકળ રૂપ વનમાં જલધર સમા ન ! આ તારી પત્ની કનકાવતી આજ ભવમાં કર્મ ખપાવીને મોક્ષે જશે. પૂર્વ મહા વિદેહમા ઈની સાથે વંદન કરવા જતા મને વિમલસ્વામી તીર્થ કરે કહ્યું હતું”
એ પ્રમાણે કનક્વતીના પૂર્વભવ સંબંધી કથા વસુદેવને કહીને ધનદ ક્ષણ વારમાં અદશ્ય થઈ ગયે.
એ રીતે ચિરકાલના રાગને વશ થઈ વસુદેવ કનકૃવતીને પરણ્ય અને વિદ્યા ધરીઓ સાથે ગમ્મત કરતે તે દેવસમાન શોભવા લાગ્યા.
આ પ્રમાણે થી ગુણવિજયગણિ વિરચિત શ્રી નેમિનાથના ચન્દ્રિમાં ત્રીજે પરિચછેદ સમાપ્ત થયે