________________
-
-
-
-
શ્રી નેમિનાથ ચરિત્ર પ્રહાર કર્યો. તે પ્રહારથી તે મૂછો પામીને તે ખેચર જમીન પર પડી ગયે. તે વખતે કુમારની જાણે સ્પર્ધા કરતું હોય તેમ કામદેવે તે સ્ત્રીને પોતાના બાણથી ઘાયલ કરી. પછી કુમારે ઉપચાર કરીને તે વિદ્યાધરને સ્વસ્થ બનાવીને કહ્યું
હજી પણ જે તારામાં બળ હોય, તો યુદ્ધ કર ” ત્યારે વિદ્યાધર બેલ્યો-“હે કુમાર ! તે મને બરાબર જીતી લીધા એટલું જ નહિ પણ અવધના પાપથી નરકમા પડતા મને બચાવ્યો. હવે સાભળ મારા વિશ્વના છેડાની ગાઠમા મણિ અને જડીબુટ્ટી છે, તે મણિના જળથી મૂળીયાને ઘસીને મારા વણપર લગાડ” કુમારે તેમ કર્યું, એટલે વિદ્યાધર સજજ થયા, પછી કુમારે પૂછયું ત્યારે તે પિતાનો વૃત્તાત આ પ્રમાણે કહેવા લાગ્યો-“ઝીણુવિદ્યાધરને સુરકાંત નામે પુત્ર છું. અને આ સ્ત્રી રથનપુર નગરના સ્વામી અમૃતસેન રાજાની રત્નમાલા નામે પુત્રી છે, એક વખત જ્ઞાનીએ કહ્યુ હતુ કે--હરિનદી રાજાનો પુત્ર અપરાજિત એને વર થશે. તેથી એ તેની ઉપર અનુરક્ત થઈ બીજા કેઈમા તેનું મન ન થયું. એક વખતે મેં એને જોઈ અને વિવાહને માટે માગણું કરી, ત્યારે એ કહેવા લાગી કે-અપરાજિત મારૂ પાણિગ્રહણ કરશે, અથવા તે અગ્નિ મારા દેહને બાળશે, તે શિવાય બીજી ગતી નથી ? એ પ્રકારના તેના વચનથી હું કપાયમાન થા અને નગરની બહાર આવીને સાથે વિદ્યાને સાધવાલાગે, વળી ફરીને પણ અનેક ઉપાયથી મે એની માંગણું કરી, પરંતુ એણે
જ્યારે કઈ રીતે માન્યુ નહિ, ત્યારે હું હરણ કરીને એને અહીં ઉપાડી આવ્યા. કારણ કે કામા પુરૂષે શુ નથી કરતા? આજે હું એને કાપી કાપીને અગ્નિમાં નાંખવાને તૈયાર થયે હતું, પણ તે મારાથકી એને બચાવી, અને મને દુર્ગતિમાં પડતે બચાવે. એમ બન્ને ઉપરતે ઉપકાર કર્યો, હવે હે મહાભુજ કહે કે તુ કાણુ છે?” આ પ્રમાણે તે વિહાધરે કુમારના કુલાદિક પૂછયા, એટલે પ્રધાન પુત્રે બધું કહી બતાવ્યું. તે વખતે રત્નમાલા પણ ઈષ્ટ સમાગમથી હર્ષ પામી. એવામાં પાછળથી રત્નમાલાના માતપિતા કીતિમતી અને અમૃતસેન ત્યા આવ્યા અને વૃત્તાંત પૂછતા મત્રિપુત્ર વીતક વાત બધી કહી બતાવી પોતાની પુત્રીનું રક્ષણ કરનાર તેજ પરણનાર સમજીને તે બને આનદ પામ્યા. પછી તેમણે અપરાજિતને પિતાની કન્યા પરણાવી અને તેમના વચનથી જ અપરાજિતે સૂરકાંતને અભયદાન આપ્યું પછી કુમારનિ સ્પૃહ હેવાથી સૂરકાંતે પ્રથમની બે મણિ અને જડી બુટ્ટી તથા વેષ પરાવર્તન કરવાની ગોળીએ પ્રધાનપુત્રને આપી હવે અપરાજિતે પિતાના સસરાને કહ્યું કે – મારા સ્વસ્થાને ગયા પછી તમે તમારી પુત્રીને ત્યા તેડી આવજો એમ કહીને ચાલતે થયે. એટલે પુત્રી સાથે અમૃતસેન અને સૂરકત વિદ્યાધર અપરાજિતને યાદ કરતા પિતપિતાને સ્થાને ગયા.
હવે કુમાર પ્રધાન પુત્રની સાથે આગળ ચાલતાં મહાટવીમાતૃષાતુર થયે.