________________
AAAAAAAAAAAAAAAANA MAANA
નળ દમયંતીનું ચરિત્ર. દેવમંદિર જાય, તેમ પિતાની આજ્ઞા થતાં સખીઓથી પરવારેલી જાણે બીજી રંભા હોય એવી દવદંતી તે મંડપને શોભાવતી ત્યાં આવી. તે નવયુવતિને જોઈને રાજાઓ વિશેષથી પોતાનું ચાતુર્ય પ્રગટ કરવા લાગ્યા, અને તેમણે પિતાના નેત્રને તેમાં જ લગાડી દીધા. કેટલાક તેના પાણિગ્રહણને માટે પિતાની ઈચ્છ કુળદે. વીને સંભારવા લાગ્યા. પછી રાજાની આજ્ઞાથી અંતઃપુરને પ્રતિહારી દવદંતી આગળ રાજાઓનાં નામ લઈને કહેવા લાગ્યા કે –“હે સ્વામિની! શિશુમારપુરને સ્વામી તથા જિતશત્રુ રાજાને પુત્ર. આ ત્રાપણુ રાજાને નજરથી નિહાલ. ઈવાક વશમાં તિલક સમાન શ્રી ચંદ્ર રાજાને પત્ર આ ચંદ્રરાજ છે, એને વરવાની તારી ઈચ્છા છે? આ ચંપાનગરીનો સ્વામી, ભગવંશમાં જન્મેલો ધરણે રાજાને પુત્ર સુબાહુ શા છે, એને તું વર, કે જેથી ગંગાના સુગંધિ જળબિંયુક્ત પવન તારી સેવા કરશે આ રેહતકપુરનો ધણી, પવનને પુત્ર ચંદ્રશેખર રાજા છે, એ બત્રીશ લાખ ગામને સ્વામી તને રૂચે છે? આ જયકેસરી રાજાને પુત્ર, મન્મથ (કામ) રૂપ શશલક્ષમા તારા મનને ખેંચે છે? આ સૂર્યવંશમાં મુગટ સમાન, ભૃગુકચ્છને સ્વામી જહુ રાજાને પુત્ર યાદેવ છે, હે સુંદરી! એને તું હોય છે? આ ભરતચઢીના કુળમા તિલક સમાન માનવધન રાજા છે, વિશ્વવિખ્યાત એ વરને તું વર. આ કુસુમાયુધને પુત્ર સુકટેશ્વર છે, માટે ચંદ્રને જેમ રહિણી, તેમ તું એની પત્ની થવાને લાયક છે. આ કેશલાધિપતિ નિષધ નામે રાજા, કે જે અષભસ્વામીના વંશમા ઉત્પન્ન થયે છે અને ત્રણે ભુવનમાં પ્રખ્યાત છે. વળી એના નળ અને એર નામે બે મહા બલવંત પુગે છે, તેમાં તમે જે પસંદ હોય, તેના ગળામાં વરમાળા નાંખ.” ત્યારે જન્માંતરના નેહથી અને રૂપથી મોહિત થયેલ દવદંતીએ પણ તરતજ નલકુમારના ગળામાં કૃષ્ણને લક્ષમીની જેમ વરમાળા નાખી. તે નળને વરી, એટલે
આ ડીક વરી, ડીક વરી” એમ આકાશમાં વિદ્યાધરની વાણી થઈ. એવામાં કૃણરાજકુમારે ધુમકેતુ સમાન ખડગને ઉપાડી, સવર ઉઠીને નલને કહ્યું કે“અરે ! નલ! દવદંતીએ તારા ગળામાં સ્વયંવરમાળા વૃથાજ નાખી, હું હાજર છતાં એને બીજે કઈ પરણવાને સમર્થ નથી. માટે ભીમપુત્રીને મૂકી દે, અથવા તે શસ્ત્ર લઈને યુદ્ધ કરવાને તૈયાર થા. હું કૃષ્ણરાજને જીત્યા વિના તું શી રીતે કૃતાર્થ થઈશ?” આ સાંભળતા નલકુમાર હસતા હસતા બોલ્યા કે– અરે ક્ષત્રિયાયમ1 દબદતી તને ન વરી, તેથી વૃથા ખેદ શા માટે કરે છે? દવદંતી મને વરી છે, તે મહાપાપને વિચાર ન કરતા તું આ પરસ્ત્રીને કેમ ઈચ્છે છે? તથાપિ તને એ મળવાની નથી.' એમ કહીને અગ્નિ સમાન અસહા તેજવાળો ક્રોધથી અધરને ફરકાવનાર એ નલકુમાર ચમની જીભ જેવા ભયંકર ખર્શને હાથવતી નચાવવા લાગ્યું. તે વખતે નલ અને કૃષ્ણરાજ બનેનું સૈન્ય તરત સજજ