________________
નળદમયંતીનું ચરિત્ર જેમ તે ગુફામાં સાત વરસ રહી. એક દિવસે કોઈ મુસાફરે તેને કહ્યું કે– હવતી ! મેં અમુક સ્થાને આજે તારા પતિને . એમ સાંભળીને તે તરત રોમાંચિત થઈ ગઈ. “આ કોણ મને વધામણ આપે છે? એ જાણવાને દવદતી શબ્દવેધી બાપુની જેમ તે શબ્દની પાછળ દેડી, પરંતુ ગુફામાંથી જાણે આકર્ષણ કરવામાં સાક્ષીરૂપ હય, તેમ ગુફાથકી આકપીને તે કયાંક અંતર્ધાન થઈ ગયે. તેણે તે મુસાફરને ન જે અને તે ગુફાને પણ તજી દીધી, એમ બને બાજુથી ભ્રષ્ટ થયેલી દવદંતી દેવગે મહા અરણ્યમાં પડીને કયાંક ઉભી રહેતી, કયાંક બેસી જતી, અને કયાંક દુઃખથી ભૂમિપર આળોટતી હતી, તથા વારંવાર તે વિલાપ અને રૂદન કરવા લાગી. “ હું શું કરું? અને ક્યાં જાઉં?” એમ વિચાર કરતી દવદંતી આદરપૂર્વક પાછી તેજ ગુફા તરફ ચાલી, તેવામાં એક રાક્ષસીએ તેને જોઈ, પિતાનું મુખ પસારીને રાક્ષસીએ તેને કહ્યું કે –“હું તને ખાઈ જઈશ.' ત્યારે સતી દવદંતી બોલી કે –“હે સક્ષસી ! જે મારા મનમાં નલ શિવાય બીજા પુરૂષને મેં ધાર્યું ન હોય, તે મારા સતીત્વના પ્રભાવથી તું હતાશ બની જા” એ વચન સાંભળતાં તે રાક્ષસીએ શીલના પ્રભાવથી તેને ખાવાની ઈચછા તજી દીધી અને તેને નમન કરીને જાણે સ્વમમાં આવી હોય તેમ તે રાક્ષસી ક્ષણવારમાં અદશ્ય થઈ ગઈ. ત્યાર પછી આગળ જતાં તે સતી નલવલ્લભાએ, પાણીના આકારે જેમાં તરંગરૂ૫ વેણુ થઈ ગઈ છે, એવી જળરહિત એક ગિરિનદી (પર્વતથી નીકળતી નદી) ને જોઈ એટલે તૃષાક્રાંત થયેલી તે બોલી કે- જે સમ્યગ્દર્શનથી મારું મન વાસિત હોય, તે અહીં ગંગાના જેવું નિર્મળ પાણી થઈ જાય.' એમ કહીને તેણે પોતાની પાનીવતી ભૂપીઠને પ્રહાર કર્યો, ત્યારે તત્કાળ ઇદ્રજાળની નદી સમાન તે પાણીથી પૂર્ણ થઈ ગઈ એટલે હાથણીની જેમ દવતીએ પોતાની ઈચ્છા મુજબ તે પાણી પીધું. ત્યાંથી આગળ ચાલતા અધિક પરિશ્રમ પામવાથી એક વડની નીચે વટવાસી દેવીની જેમ તે બેઠી. એવામાં સાથે થકી આવેલા સુસાકરેએ તેને તેની સ્થિતિમાં જોઈ અને કહ્યું કે- ભહે! તું કોણ છે? અમને તે તુ દેવી સમાન લાગે છે એટલે તે બોલી – હું માનુષી છું, સાથથી નષ્ટ થઈને જંગલમાં રહું છું. મને તાપસપુરમાં જવું છે, માટે મને રસ્તે ચડાવે. તે બલ્યા– જ્યાં સૂર્ય અસ્ત થાય છે, તે દિશાએ તું ચાલજે, અમે જવાને ઉતાવળા છીએ, તેથી તને રસ્તો બતાવવા આવી શકતા નથી. પાણું લઈને અમારે પોતાના સાથમા જવું છે, તે અહથી બહુજ નજીકમાં છે. જે તું ત્યાં આવતી હોય, તે તને અમે કઈક નગરમાં લઈ જઈએ.”એમ સાંભળીને હર્ષ પામતી દવદતી તે લેકની સાથે તે સાથમાં ગઈ. ત્યાં કરૂણા તત્પર ધનદેવ સાથે. વાહે દવદંતીને પૂછયું કે–તું કેણ છે? અને અહીં ક્યાંથી આવી છે?” ત્યારે તે બોલી કે– હું વણિકની પુત્રી છું, ભર્તારની સાથે પિતાના ઘરે જતી હતી, પણ