________________
૩૦
શ્રી તેમનાથ ચોર.
વર્લભ થાઉં ' એવું નિદાન ( નિયાણુ) કરીને તે મહાશુક દેવલાકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને આ તારા વસુદેવ નામે પુત્ર થયા છે. વળી નિયાણુના પ્રભાવથી તે એને વલભ અને રૂપ તથા સાભાગ્યશાળી થયા છે. ” એ પ્રમાણે મુનિના વચન સાભળી મ ધકવૃષ્ણુિ વૈરાગ્ય પામી, સમુદ્રવિજયને રાજ્યપર સ્થાપી, પાતે સુપ્રતિષ્ઠ સાધુ પાસે દીક્ષા લઈને મેક્ષે ગયા અને ભાવૃષ્ણુિએ પણ દીક્ષા લીધી પછી મથુરાના રાજા ઉગ્રસેન થયા તેની ધારિણી નામે પટરાણી હતી.
પ્રકરણ ૬ હું.
*સની ઉત્પત્તિ.
* દિવસે ઉગ્રસેન મ્હાર જતા હતા, તેવામા તેણે એકાંત સ્થાને એક માસેાયવાસી તાપસને દીઠા. તેના એવા અભિગ્રહ હતા કે—એક ઘરથી લીધેલ ભિક્ષાએ મારે પારશુ કરવું, અન્યથા નહિ,? તે મહિને મહિને એક ઘરની ભિક્ષાથી પારણુ કરીને એકાત સ્થાને રહેતા હતા, પણુ ખીજા ઘરે તે ભિક્ષા લેતા ન હતા, હવે તેને નિમત્રણ કરીને ઉગ્રસેન ઘરે આવ્યા, મને તાપસ પણ તેની પાછળ આન્યા, પરંતુ રાજાને તે વાત યાદ ન રહી. પછી ભાજન કર્યાં વિનાજ તે તાપસ તરત પાતાના સ્થાને ચાહ્યા ગયા, અને તે પ્રમાણે બીજા મહિનાના ઉપવાસ તેણે ધારી લીધા. એવામા એક વખતે ઉગ્રસેન ત્યા જઇ ચડ્યો અને પાછા તે તાપસને તેણે જોયેા. અને પછી તે નિમંત્રણની થયેલ ગફલતની તેણે મીઠા વચનથી ક્ષમા માગી. તેજ વખતે ફરીને પણ નિમ ત્રણ કર્યુ અને તેજ રીતે પા પણ તે ભૂલી ગયા. એટલે લેાજન કર્યા વિના આવીને ફરી પાછી તે પાતાના સ્થાને ગયે. એટલામાં રાજાને યાદ આવવાથી પૂર્વની જેમ તેણે તાપસ પાસે ક્ષમા માગી, અને જ્યારે ફ્રી નિમ ત્રણ કરવા લાગ્યા, ત્યારે તાપસને ક્રોધ ચઢ્યો કે હું આ તપથી લવાતરમા એના વધ કરનાર થાઉં ? એ પ્રમાણે નિાન કરી, અનશન આરાધી, મરણ પામી, ઉગ્રસેનની ધારિણી નામે રાણીના ઉદરમા પુત્રપણે ઉત્પન્ન થયા પછી ગર્ભ ના પ્રભાવથી પતિનુ માંસ ભક્ષણ કરવાના દોહેલા તેને ઉત્પન્ન થયા. એટલે લજ્જાને લીધે ન કહી શકવાથી તે દિવસે દિવસે ક્ષીણ થવા લાગી. પછી મહા આગ્રહથી તેણે પતિને પેાતાના દોહેલાની વાત કહી સભળાવી. એટલે પ્રધાનાએ રાજાને અ ધારામા બેસારી, તેના ઉદરે શશલાનુ માસ માંધી, તે રાણીના દેખતા માસ કાપી કાપીને તેને આપવા લાગ્યા. આ તેના દાહદ પૂર્ણ થતાં તે પાછી ભૂલ સ્વભાવમા આવી ગઇ, મને ખાલી કે— પતિ વિના જીવતર અને આ ગર્ભથી પણ શું ? ' એમ ધારી તે વખતે મરવાને તૈયાર થયેલી રાણીને
9