________________
R
વસુદેવ કુમારનું વૃતાંત. પડ્યું. તેમ કરતા યાજ્ઞવલ્કયને તેનાથી પુત્ર થયે. એટલે લોકેષવાદના ભયથી તે બને. બાળકને પીપળાની નીચે મૂકી દઈને કયાક ભાગી ગયા. તે જાણુને શુભ દ્રાએ તે બાલકને પુત્ર તરીકે સ્વીકાર્યો. પોતાની મેળે મુખમા આવી પડેલ પિમ્પલલને ખાતે જોઈને તેનું પિપ્પલાદ એવું યથાર્થ નામ તેણીએ પાયું. પછી તેને તે ઉછેરવા લાગી અને વેદાદિક ભણાવતી હતી. તે મહા બુદ્ધિશાળી અને વાદીના ગર્વને ગંજનાર થશે. તેની સાથે વાદ કરવાને સુલસા અને - યાજ્ઞવય ત્યા આવ્યા. તે બનેને તેણે વાદમાં જીતી લીધા. પછી તે બનેને પિતાના માબાપ જાણી “ એમણે મને જન્મતાજ તજી દીધે ” આથી ફોધમા આવીને તેણે માતા-પિતૃમેય પ્રમુખ યોની સ્થાપના કરીને પિતાના માતપિતાને વધ કર્યો. હુ પિપ્પલાદને શિષ્ય વામ્બલી નામે આમ તેમ પશુ મેધાદિક ય કરાવતા ઘર નરકમાં ગયે. નરકમાથી નીકળીને હું પાંચ વાર પશુ થયે, અને ક્રૂર બ્રાહ્મણોએ વારંવાર યજ્ઞમાં મને માર્યો. પછી ટંકણુ દેશમાં હું બકરે થયે. ત્યા રૂદ્રના મારતાં આ ચારૂદત્તે મને ધર્મ સંભળાવવાથી હંસા ધર્મ દેવલેકે ગયે, તેથી ચારૂદત્ત મારે ધર્માચાર્ય છે, એટલે મેં તેને પ્રથમ નમસ્કાર કર્યો, અને ક્રમને ઓળગે નહિ.” તે દેવે પેલા વિવાધને એ પ્રમાણે કહીં, એટલે તે બંને કહેવા લાગ્યા--આ ચારૂદત્ત જેમ તારે ઉપકારી છે, તેમ અમારા પિતાને તે જીવિતદાન આપનાર છે. પછી તે દેવતાએ મને કહ્યું છે ચારૂદત્તા આ લોક-સંબધી તારો હું શુ પ્રત્યુપકાર કરૂં?” મેં કહ્યું કે--સમચપર તારે આવવું” પછી તે દેવ સ્વસ્થાને ચાલ્યા ગયા. ત્યાથી બંને વિદ્યાધર મને શિવમંદિર નગરમાં લઈ ગયા. ત્યા તે અને વિદ્યાધરેએ, તેમની માતાએ તેમના બંધુઓએ તથા બીજા વિદ્યારે એ મારા સત્કાર કર્યો અને અધિકાધિક માન પામતા હું ત્યાં રહ્યો. આ ગંધર્વસેનાને દેખાડીને મને તે અને આ પ્રમાણે કહેવા લાગ્યા–“અમારા પિતા દીક્ષા લેતા અમને આ પ્રમાણે આદેશ કરી ગયા છે–-અમને જ્ઞાનીએ કહ્યું છે કે તમારી આ બહેનને કળામા જીતીને વસુદેવકુમાર પરણશે, માટે મારા બધુ ચારૂદત્ત ભૂમિચરને આ કન્યા સપજે, કે જેથી વસુદેવ ભૂમિચર એને સુખે પરણું શકે ” માટે તારી પુત્રી સમાન એવી આ કન્યાને તું લઈ જા.” એમ તેમના કહેવાથી તે કન્યાને લઈને જેટલામાં હું મારા નગર તરફ જવાને તૈયાર થયે તેવામા તે દેવ આવ્યા. પછી તે દેવે, અને વિદ્યાધરે, તેમના સેવકે અને બીજા વિદ્યારે હિમાનથી લીલા કરતા ક્ષણવારમા મને અહીં લઈ આવ્યા, અને સુવર્ણ માણિજ્ય અને સૂતાફળ કટિ ગમે મને આપીને તે દેવ અને વિદ્યારે પિતપોતાના સ્થાને વાચા. પછી પ્રભાતે મે સર્વાર્થ મામાને, મિત્રવતી સ્ત્રીને અને બાધેલ વેણીવાળી