________________
શ્રી નેમિનાથ ચરિત્રતે મારે કપાસ દાવાનળથી બળી ગયે. એટલે મને નિર્ભાગી સમજી મામાએ તજી દીધો. પછી અશ્વપર બેસીને હું એકલે પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. એવામાં તે અશ્વ પણ મરી ગયે, એટલે હું પાદચારી (પગે ચાલનાર) થયે, લાંબા માર્ગથી હુ શુષા, તૃષાથી વ્યાકુલ અને કલાત થાકેલ) થયા, અને વણિકલકેથી વ્યાસ એવા પ્રિચંગુપુરમાં હું ગયે. ત્યાં મારા પિતાના મિત્ર સુરેદ્ર તે દિવ્યને ભેજનાદિકથી મારે સત્કાર કર્યો અને હું સુખ પૂર્વક ત્યા રહો. એક વખતે વેપારથી વધારેલ લક્ષ દ્રવ્ય લઈ તેણે વાર્યા છતાં કરીયાણું લઈને હું સમૃદ્ધ પર ચડે. પછી યમુના દ્વીપમાં આવી ત્યાં આવેલા નગરાદિકમાં ગમનાગમન કરતા મેં આઠ કટિ સુવર્ણ ઉપાર્જન કર્યું. પછી હું મારા દેશભણી ચાલ્યા, પરંતુ દેવાશે સમુદ્રમાં વહાણ ભાંગી ગયું. પણ મને એક પાટીયું મળવાથી સાત દિવસ તરતાં તરતાં ઉદબાવતીવેલ નામે કિનારા પર હું પહોંચે. ત્યાંથી મહાકષ્ટ રાજપુર નગરે આવ્યું. ત્યાં હાર આશ્રમમાદિનકરમભ નામે ત્રિરંડીને મેં જોયા તેને પોતાના કુલાદિક મેં કહી સંભળાવ્યા. એટલે પુત્રની માફક તેણે મારી બરદાસ કરી. પછી એક દિવસે તે ત્રિદંડીએ મને કહ્યું- “હે વત્સ! તું થનાથી લાગે છે. માટે ચાલ આપણે પર્વત પર જઈએ. ત્યાં તેને રસ આપીશ, કે જેનાથી તમે કોટિ ગામે સુવર્ણ પ્રાપ્ત થશે.” એમ સાંભળી ધનને લોભી હું હર્ષપૂર્વક તેની સાથે ચાલ્યું. અને એક મહા અટવામા આવી પહે. પછી તે પતિના મધ્ય ભાગમાં જતાં હું અને ત્રિદંડી, બહુ યંત્રશિલાથી વ્યાસ અને ચમના સુખ સમાન દુર્ગપાતાલ નામના મહખિલ પાસે ગયા. તેના દ્વારને તે ત્રિદંડીએ મંત્રથી ઉઘાડ્યું અને અમે બંનેએ તેમાં પ્રવેશ કર્યો, ત્યાં બહુ ભમતાં ચાર હાથ પ્રમાણ વિસ્તૃત અને નરકના દ્વાર સમાન બીભત્સ એવા રસના સ્થાનરૂપ ફપને અમે જે એટલે ત્રિદંડીએ કહ્યું- તુ કુવામાં ઉતર અને આ તુમડામા રસ લઈ લે,” પછી તેણે દેરડી પકડી અને હું માંચીપર છેસીને કુવામાં ઉતર્યો. ત્યા ચાર માથા નીચે ઉતારતા મેખલાથી બંધાયેલ રસ મારા જેવામાં આવ્યું. પછી હું રસ લેવાને તૈયાર થયે, તેવામાં કોઈએ મને નિષેધ કર્યો, એટલે હું – ત્રિદંડી ભાગવતની પ્રેરણાથી ચારૂદત નામે વણિકે મેં અહીં પ્રવેશ કર્યો છે, તે મને શા માટે નિષેધ કરવામાં આવે છે?'તે --“હું પણ ધનને લોભી વાણું છું. તે દિડીએ મને કુવામાં નાખે છે અને પાપી તે પોતે ચાલ્યા ગયે. રસથી મારા શરીરનો નીચેનો ભાગ ખવાઈ ગયો છે, માટે તુ અહીં પ્રવેશ ન કર તારા તુંબડામા હું રસ નાખી - પીશ.” પછી મેં તેને તુંબડું આવ્યું, એટલે તેણે રસથી ભરીને મારી માની નીચે બાંધી દીધુ. તે રસ જોઈને મેં દેરડી કપાવી, તેથી તે ત્રિદડીએ દેરડી ખેંચી અને લગભગ કુવાના કાઠા નજીક આવતા તેણે મારી પાસે રસ માગે,