________________
અપરાજિત અને પ્રીતિમતીની કથા
દ
બધે ઠેકાણે ફેલાઈ ગઈ. ત્યાર પછી ઘણુ રાજાઓ અને રાજપુત્રે વધારે વધારે કલાભ્યાસ કરવા લાગ્યા. એકદા જિતશત્રુ રાજાએ હાર મંડપ બંધાવીને તેમાં માડા રખાવ્યા, અને પછી રાજાએ તથા રાજપુત્રોને બોલાવ્યા. તે વખતે મનુષ્ય ગજાઓ અને વિદ્યાધર રાજાઓ પોતપોતાના કુમાર સહિત ત્યાં આવ્યા. માત્ર એક હરિનદી પુત્રવિયોગાત્ત હોવાથી ન આવ્યા. એવામાં પર્યટન કરતા દેવગે અપરાજિત ત્યા મિત્ર સહિત આવી પહોંચે અનુક્રમે ગોઠવેલા માચડા જોઈને તે વિમળબોધ મિત્રને કહેવા લાગ્યા–“હે મિત્ર! આપણે બરાબર સમયપર આવ્યા છીએ. અહીં કલાવત પુરૂનુ કળાકેશલ્ય અને તે કન્યાને આપણે જોઈ શકીશ.” પછી પોતે ઓળખાય નહિ એટલા માટે પેલી શુટિકાના પ્રભાવથી પિતાનું સામાન્ય રૂપ બનાવીને રાજકુમાર મિત્ર સહિત ત્યા સ્વયંવર મંડ૫માં આ . અને બધાએ વિકૃત રૂપધારી તેમની તરફ દષ્ટિ કરી.
હવે દીવ્ય વસ્ત્રાલંકારને ધારણ કરી જેને ચામર ઢળી રહ્યા છે એવી પ્રીતિમતી પિતાની સખીઓ અને દાસીઓ સહિત ત્યાં સ્વય વર મંડપમાં આવી. એટલે માલતી નામની સખી પોતાની આંગળીવતી નામ દર્શાવતી બેલી–હે સખી! આ પિતાને ગુણ માનનાર એવા નર રાજાઓ અને ખેચર રાજાઓ અહીં આવ્યા છે. આ કદંબ દેશનો રાજા ભુવનચંદ્ર કે જે પૂર્વ દિશાના ભૂષણરૂપ છે. આ દક્ષિણ દિશાને અલકારરૂપ સમરકેતુ રાજા છે. ઉત્તર દિશામા કુબેર સમાન આ એરરાજ છે. શત્રુઓની સ્ત્રીઓથી અશ્રાત (યાકરહિત) અને કીર્તિરૂપ લતાવનને વધારનાર આ સમપ્રભ રાજા છે. બીજા પણ ધવલ, શૂર, લીમ વિગેરે રાજાઓ આવેલા છે. આ વિદ્યાધરોને સ્વામી મણિચૂડ નામે રાજા છે, આ રત્ન સમાન કાતિવાળે રતનચૂક રાજા છે, આ મહાભુજાવાળા મણિપ્રભ રાજા છે અને આ સુમન, સૂર, સોમ, વિગેરે ખેચર રાજાઓ છે. હે સખી આ બધા કલાવતને જોઈ લે અને પરીક્ષા પણ કરી લે.” આ પ્રમાણે કહીને તેણે સ્વય વર મડપમાં બેઠેલા રાજાઓ બતાવ્યા. તે વખતે પ્રીતિમતી જે જે રાજા તરફ નજર કરતી હતી, તે તે રાજાઓ કામદેવના બાણથી ઘાયલ થતા હતા પછી વસંતઋતુમા મસ્ત થયેલ કેયલની જેવા સ્વરથી સાક્ષાત સરસ્વતીની જેમ પૂર્વપક્ષમાં રહીને વાદ કરનાર એવી તેણુએ પૂર્વપક્ષ કર્યો એટલે સવે ભૂચર અને ખેચર હતબુદ્ધિવાળા થઈ ગયા. જાણે ગળામાં પકડાયા હાથ તેમ ઉત્તર આપી ન શકયા સ્ત્રી સ બ ધથી સરસ્વતીએ એનો પક્ષ કર્યો લાગે છે કે જે આપણે કેઈથી પણ ન છતાયા, તેમને અત્યારે આ કન્યાએ જીતી લીધા.” એમ વિલક્ષ અને શ્યામમુખ કરતા વિવિધ કલ્પનાથી બોલવા લાગ્યા
હવે જિતશ રાજા વિચારવા લાગ્યું કે “શ વધારે પ્રયાસ કરી અને બનાવતા થાકી જવાથી વિધાતાએ એને ચગ્ય પતિ બતાબેન હશે? પૃથ્વી પર રાજાઓ