________________
અપરાપ્તિ અને રત્નમાલાની કથા. રક્ષકને વધ કરવા અસૈન્ય મોકલ્યું. તે સર્વને અપરાજિતે હરાવ્યા. તે સાંભળીને રાજા પોતે સેના સહિત ત્યાં આવ્યું, તેને આવતો જોઈને તસ્કર પ્રધાનપુત્રને
પીને કુમાર યુદ્ધ કરવાને ચાલ્યું. પછી હાથીના દાંત પર સિંહની જેમ પગ દઈને ભસ્થલપર આવી સ્કધપર બેઠેલ મહાવતને તેણે મારી નાંખે, અને તેજ હાથી ઉપર બેસીને અપરાજિત યુદ્ધ કરવા લાગ્યા. તેવામાં એક મંત્રીએ તેને ઓળખીને રાજાને કહ્યું કે--હે સ્વામિન્ ! આ કુમાર તે હરિનંદી રાજાને પુત્ર છે, બીજે નહિં. એમ જાણું રાજાએ પોતે હુકમ કરીને સૈનિકોને યુદ્ધ કરતા અટકાવીને તે કુમારને કહ્યું કે--હે કુમારી તું મારા મિત્ર હરિનદીને પુત્ર છે તારા બળથી હું સતુષ્ટ થયે છું. સિહના બચ્ચા વિના હાથીની સામે થવાને કણ સમર્થ છે? માટે હે મહાભુજીત હવે મારા ઘરે ચાલ. એમ કહી તેને ભેટીને પિતાના હાથી ઉપર બેસારી પિતા જેમ પુત્રને લઈ જાય, તેમ રાજા તેને પિતાને ઘેર તેડી ગયે. પ્રધાનપુત્ર પણ ચારને છોડી દઈને અપરાજિતની સાથે ચાલ્યો. તે બંને કેસલરાજાના મહેલમાં આનંદથી રહ્યા. ત્યાર પછી કેસલરાજાએ બહુજ આનદ સાથે કનકમાલા નામે પિતાની કન્યા અપરાજિતને પરણાવી. ત્યાં કેટલાક દિવસ રહી જતા વિદ્ધ ન થાય” એમ વિચારી રાજાને જણાવ્યા વિના પિતાના મિત્રસહિત કુમાર રાત્રે બહાર નીકળી ગયે. રસ્તે જતી કુમારે કાલિકાદેવીના મંદિરમા “અહા! આ પૃથવી શુ પુરૂષ વિનાની થઈ ગઈ?” એ પ્રમાણે નજીકમાં રાત્રે રૂદન સાભળ્યું, એટલે મનમાં તે સમજી ગયેા કે—“આ કોઈ સ્ત્રી રૂદન કરે છે. એમ ધારી શબ્દાનુસારે તે આગળ ચાલે. ત્યા મળતી જ્વાલાની પાસે બેઠેલી એક સ્ત્રી અને તીક્ષણ શસ્ત્ર જેણે ખેચી લીધુ છે એવા એક પુરૂષને જે. એવામાં ફરીને પણ “આ અધમ વિદાધર પાસેથી કે પુરૂષ હોય તે મને બચાવ” એ પ્રમાણે શિકારીના હાથમાં આવેલ પક્ષીની જેમ તે સ્ત્રીનું રૂદન કુમારના સાંભળવામાં આવ્યું. એટલે કુમારે તે અધમ વિદ્યાધરને આક્ષેપથી કહ્યું કેજે પુરૂષાધમ! લડવાને માટે તૈયાર થા. આ બિચારી અબલા ઉપર તારૂં બળ કેમ અજમાવે છે?” આ સાંભળી પેલે વિદ્યાધર “આ સ્ત્રીની જેમ તારી ઉપર અજમાવતા પણ મારૂ બળ હકે તેમ નથી.” એમ બોલતે તે કુમારની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે બને યુદ્ધમાં કુશળ હોવાથી પરસ્પરના ઘાને ચુકાવતા ઘણે વખત ખ યુદ્ધ કર્યું અને પછી ભુજા યુદ્ધમાં પ્રવર્તી. તે યુદ્ધમાં કુમારને ન જીતી શકાય તે માનીને વિદ્યાધરે અપરાજિતને નાગપાશથી બાંધી લીધો, પણ કુમારે તે નાગપાશને એક જણે દેરડીની જેમ તેડી નાંખ્યા. એટલે ફરીને પણ વિદ્યારે વિદ્યાના પ્રભાવથી અસુરકુમારની માફક વિવિધ શોથી કુમારને પ્રહાર કર્યા, પરંતુ પૂર્વપુણ્યના પ્રભાવથી અને દેહના સામર્થ્યથી કુમારને તે લેશ પણ પ્રહાર લાગ્યા નહિ. એવામાં સૂર્યોદય થયે, ત્યારે રાજપુત્રે તે ખેચરને ખગવતી માથામાં