________________
ચિત્રગતિ અને રત્નપતીની કથા. લીધું, વળી એની ઉપર કુસુમવિષ્ટ થઈ, ને એનામાં મારી પુત્રીને અનુરાગ પણ થા માટે જ્ઞાનીએ બતાવેલ મારી પુત્રીને એજ વર થાઓ. અહીં દેવસ્થાને સબંધાદિક કહેવું ઉચિત નથી, ” એમ ચિંતવીને અગસિંહ પરિવાર સહિત પિતાના ઘરે ગયે, અને સુમિત્રદેવ તથા બીજા વિદ્યાધરને સત્કાર કરીને ચિત્રગતિ પણ પિતાના પિતાની સાથે ઘેર આવ્યો.
હવે અસંગસિંહે સૂરચક્રીને એક પિતાને પ્રધાન મોકલ્યો. તે જઈ રાજાને નમન કરીને વિનતિ કરવા લાગ્યો કે –“હે સ્વામિન ! તમારે પુત્ર ચિત્રગતિ અને મારા સ્વામીની પુત્રી રત્નાવતી એ બંને રત્ન સદશ છે. માટે આપની આ જ્ઞાથી પાણિગ્રહણપૂર્વક એમને વેગ ભલે થાય” સૂરચક્રીએ પણ હર્ષ પામીને એ સંદેશાને સ્વીકાર કર્યો. પછી મહા મહોત્સવ સહિત તે બનેના વિવાહ થયો. અને ચિત્રગતિ રત્નાવતીની સાથે વિષયસુખ ભેગવવા લાગે.
હવે ધનદેવ અને ધનદત્તના જીવ ચવીને મને ગતિ ને ચપલગતિ નામે તેના લધુ બધુ થયા તે બનેની સાથે રત્નાવતી સહિતચિત્રગતિ નંદીશ્વરાદિ મહાતીર્થોની યાત્રા કરવા લાગ્યા. એકદા સૂરચઠ્ઠીએ ચિત્રગતિને રાજ્યપર બેસારી પોતે દિક્ષા લઈને તે પરમપદને પામ્યા. ચિત્રગતિ પણ બહુ વિદ્યાને ભંડાર હોવાથી અનેક ખેચર રાજાઓને વશ કરતાં પોતાનું રાજ્ય પાળવા લાગ્યો.
એક દિવસે મણિચંડ નામે તેને સામત મરણ પામ્યું. તેના શશી અને શર બે પુત્ર રાજ્યને માટે યુદ્ધ કરવા લાગ્યા. તે રાજ્યના વિભાગ કરીને ચિત્રગ તિએ તે બંનેને રાજ્ય આપ્યું, અને સારી સારી યુક્તિઓ સહિત ધર્મવચન સંભળાવી સન્માર્ગમાં તેમને સ્થાપન કર્યા, તથાપિ એક વખત તેઓ મને પર
સ્પર યુદ્ધ કરીને મરણ પામ્યા. તે સાભળીને ચિત્રગતિને વૈરાગ્ય થયે, અને મનમાં ચિંતવવા લાગ્યા કે–અહો ! સ સારરૂપ જંગલ બહ વિષમ છે, જેમાં પ્રાણીઓ દુ અને અનુભવ કેવી રીતે કરી રહ્યા છે,” એમ ચિતવી રત્નતીથી ઉત્પન્ન થયેલ પુરંદર નામે મોટા પુત્રને રાજ્યપર બેસારીને પોતાના અને લધુ બધુ સાથે રત્નવતી સહિત ચિત્રગતિએ દમધર નામે આચાર્યની પાસે દીક્ષા લીધી, અને ચિરકાલ ચારિત્ર પાળી પાપગમન અનશન કરીને ચિત્રગતિ માહેદ્ર દેવલોકમા મહાન દેવ થયા, તથા તે મને લઘુ ખાધવ અને રત્નવતી પણ તેજ દેવલોકમાં પરસ્પર પ્રીતિવાળા દેવતા થયા.
–
–