________________
શ્રી નેમિનાથ ચસ્ત્રિ. મનેવિષ આપતાં મારી ઉપર માટે ઉપકાર કર્યો કારણકે નહિ તે તારૂં દર્શન અને કયાથી થાય? તે કેવળ મને વિતદાન નથી દીધું, પરંતુ પ્રત્યાખ્યાન અને નમરકાર હીન એવા મને દુતિમા પડતે બચા. જીવિતદાન આપી ઉપકાર કરનાર તારે હું શું પ્રત્યુપકાર કરું ?” એટલું બેલી શાંત થતા સુમિત્રને ચિત્ર ગતિએ કહ્યું- હે સુમિત્રા હવે પોતાના નગર તરફ જવાની મારી ઈચ્છા છે.” સુમિત્ર બોલ્યા- “હે બ્રાત! સુયશા નામે કેવલી અત્યારે નજીકના પ્રદેશમાં વિચરે છે, તે હવે અહીં આવવાના છે, તેમને વંદન કરીને પછી તારે જવું ઉચિત છે” ચિત્રગતિએ એ વાત માન્ય રાખી પછી તેની સાથે ક્રીડા કરતા કેટલાક દિવસ ચુગલીયાની માફક વ્યતીત કર્યો. એવામાં કેવલી ભગવાનના આગમનને સંદેશ સાભળીને તેને તેમને વંદન કરવા ગયા, ત્યાં કેવળીને વાદ્યા, સુગ્રીવે પણ આવીને વંદન કર્યું, અને બધા ત્યા બેસીને દેશના સાભળવા લાગ્યા. દેશના પૂર્ણ થતાં ચિત્રગતિએ સુનીને પૂછયું “કૃપાળુ એવા આપે મને આહત ધર્મને બરાબર જ્ઞાતા બનાવ્યા છે. ભૂમિની અંદર રહેલ નિધાનની જેમ કુળ પરંપરાથી આવેલ એવા શ્રાવક ધર્મને પણ હું જાણું શક નહિ. મારા ભાગ્યમે મને સુમિત્ર મલી ગયે, એણે મને આપનાં દર્શન કરાવ્યા.” એમ કહી તે કેવલી ભગવંત પાસે તેણે સમ્યક મૂલ શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. પછી રાજાએ કેવલીને વંદન કરીને પૂછયુ- મારા પુત્રને વિષ દઈને તે દુષ્ટ ભદ્રા કયા ગઈ?” સુનિ બેલ્યા–તે અહીથી ભાગીને અટવીમાં ગઈ તેવામા ભૂષણદિક છીનવી લઈને ભીલએ તેણીને પીપતિને સોપી, અને પલિપતિએ એક વાણીયા પાસે તે વેચી. ત્યાંથી પણ ભાગીને આગળ ચાલતા મહા દાવાનળથી બળી રૈદ્રસ્થાનથી મરણ પામીને તે પ્રથમ નરકે ગઈ ત્યાથી ચવીને તે ચંડાલની સ્ત્રી થશે. ત્યાં પણ સગર્ભા થતાં સપત્ની શકય)ની સાથે કંકાસ થશે. એટલે સપની તેને છરીથી મારી નાખશે, તે મરીને ત્રીજી નરકે જશે. ત્યાથી તિર્યંચગતિમાં જશે એમ અનાવ ભવ સુધી તે જીવ દુઃખને અનુભવ કરશે. તેનું કારણ માત્ર સમ્યગદષ્ટિ તારા પુત્રને વિષ દીધું તે આ પ્રમાણે કેવલી ભગવંતના વચન સાંભળીને સુગ્રીવ રાજા સંસારથી વિરક્ત થશે અને તેને સંયમ લેવાની ભાવના થઈ. પછી સુમિત્ર રાજાને પ્રણામ કરીને કહેવા લા –મને ધિક્કાર થાઓ કે જે હુ માતાના આવા દુષકર્મમાં કારણરૂપ થયે. માટે સદ્ગરે!કૃપા કરી ભવસાગરથી મારે ઉદ્ધાર કરો.” એમ બોલતા સુમિત્રને આજ્ઞાથી અટકાવી રાજ્યપર બેસારીને રાજાએ પોતે સંયમને સ્વીકાર કર્યો સુગ્રીવ નષિ કેવલી ભગવંતની સાથે વિચારવા લાગ્યા. અને સુમિત્ર જનકને નમીને ચિત્રગતિની સાથે પોતાના નગરમાં આવ્યે. ભદ્રાના પુત્ર અને સુમિરે કેટલાક ગામ આપ્યા. પરંતુ તેટલાથી અસંતુષ્ટ થઈ ઉર્વિનીત તે રાજધાનીમાંથી નીકળીને કયાંક ચાલ્યા ગયે. ચિત્રગતિ સુમિત્રની