________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાલીનતાંતિ. વસંત ઋતુમાં કફ બલવાન હોય છે, ગ્રીષ્મ અને શરદ ઋતુમાં પિત્ત બલવાન હોય છે, અને પ્રાવટ, વર્ષો ને હેમન્ત ઋતુમાં વાયુ બલવાન હોય છે, આ પ્રમાણે પૂવણ એટલે દિવસના પ્રથમ તતિયાંશમાં કફ બલિષ્ટ હોય છે, તેમજ અપરાણું એટલે દિવસનો ત્રીજા તૃતિયાંશ અને પૂર્વરાત્ર એટલે રાત્રીના પ્રથમ તૃતિયાંશ, અને અપરાત્ર એટલે રાત્રીના છેવટના–અર્થાત ત્રીજા તૃતિયાંશમાં વાયુ બલવાન હોય છે. ૧૧ कालज्ञानमयाप्रोक्तंदेशज्ञानमतःशृणु । देशःसाधारणाज्नूपजांगलैत्रिविधोमतः ॥१२॥ नानावृक्षगणैःकीर्णःस्वादंबुप्रचुरश्चयः ॥ सआनूपोमरुच्छेमामयप्रायोमतोबुधैः ॥१३॥ अल्पवारिनगोदेशोजांगल परिकीर्तितः ॥ तत्ररोगाःप्रजायंतेवातपित्तास्रशुद्भवाः ॥१४॥ समवृक्षजलोदेशोबुधैःसाधारणोमतः ॥ तत्रदोषसमबेनसमवहिरजांभवेत् ॥ १५ ॥ एवंज्ञाबाभिषकुर्याचिकित्सामपिरोगिणः॥ जयेद्रोगानसंदेहश्चान्यथामोहमाप्नुयात् ॥१६॥
કાલજ્ઞાન કહ્યું, હવે દેશજ્ઞાન કહુછું તે સાંભળ–સાધારણ, અને મૂપ અને જાંગલ એવા ત્રણ પ્રકારના દેશ છે. જે દેશમાં પુષ્કળ વૃક્ષ અને પુષ્કળ મીઠું પાણી હોય છે તેને “અનૂપ” દેશ કહે છે. આવા દેશમાં વાયુ અને કફ સમ્બન્ધી રોગ ઉત્પન્ન થાય છે. જે દેશમાં વૃક્ષ અને પાણી અલ્પછે તેને “જાંગલ” કહે છે. આવા દેશમાં વાત, વિત્ત અને રક્ત સમ્બન્ધી રોગ ઉત્પન્ન થાય છે. જે દેશમાં વૃક્ષ અને પાણી સમ–સરખાં છે તેને “સાધારણ” દેશ એમ કહે છે એમાં રોગ પણ સાધારણ થાય છે. આ પ્રમાણે કાલ અને દેશને વિચાર કરીને જે વૈધ રોગીની ચિકિત્સા કરશે તે જ રોગને જીતશે અર્થાત રોગને મટાડશે-નિમલ કરશે. અન્યથા મોહને પ્રાપ્ત થશે. ૧૬ शुक्लंबासोवसानः शुचिरपिगौरः श्यामलोवासुरू
For Private And Personal Use Only