________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. (૪૭) ગાયનું દૂધ તેલા ૨૦ એ બન્નેને એકત્ર કરી પાવું, કડવા લીંબડાના પાદડાને રસ પા, માખણ તેલા પાંચભારમાં ૬ માસા ભરીનું ચૂર્ણનાખી ખવરાવું તે સેમલનું ઝેર નાશ પામે છે.
ઢેરને સોમલનું ઝેર ચઢયું હોય તેના ઉપાય,
આસેદનાં મૂળીયાં છાસમાં વાટી તેમાં ચિકાકાઈનાં બે અથવા ચાર બીજનું ચૂર્ણ નાખી પાવું તથા કેળને પાસેર રસ પા જેથી દોર સોમલના વિષ રહિત થાય છે. ભાંગ, કણેર, કચલાં, નેપાળા, ભિલામાં આકડે, , ચોઠી, કૌચ, અને સોપારીની વિક્રિયાના ઉપાય
ભાંગ વધારે ચઢી હોયતે–દહી અથવા છાસ કિવા દહીં અને ભાત તથા જામફળ. વાટેલી તૂવેરની દાળ. અને ગાયનું દહીં સુંઠના ચણ મંગાથે ઉપયોગમાં લેવું
કણેર ખાવામાં આવી હોય તે કોલેરા જેવાં ચિન્હ થાય છે તે ઉપર માખણ આપવું. દૂધ અથવા દહીંમાં સાકર નાખી ખવરાવવી તેથી તેના વિષની શાંતિ થાય છે. તથા હળદરને ગે દૂધમાં વાટી સાકર મેળવી પીવાથી કણેરના પંચાંગનું વિષ દૂર થાય છે.
ઝેરકાચલના ઝેરનાં ચિન્હો ધનુર્વત કર્તા છે, ઉષ્ણ છે, તેના ઉપાય માટે યોગ્ય માત્રાએ અફીણ અથવા કલોરલ હાઈટ નામ નામની અંગ્રેજી દવા આપવાથી તેનું વિષ નાશ થાય.
નેપાળાના વિષ માટે એલચી ગાયના દહીંમાં વાટી પાવી, ધાણાનું ચૂર્ણ સાકર દહીંમાં નાખી પાવું તથા જીરું અને સાકર કિં. વા સાકર અને ધાણા પલાળી વાટી પાણ કરી પાવા અથવા ભાંગ સાકર વાટીને પાવી અને ધી યુક્ત હલકું ભજન કરાવવું જેથી નેપાલાની વિક્રિયા દૂર થાય છે.
લિલામાના વિકાર ઉપર ૧૦૦ વાર કાસાની થાળીમાં ધોચેલું ઘી શરીરે ચળવું તથા સરસવ, તાદળ અને માખણ તેઓને લેપ કરવો, દારુહળદર, સરસવ, નાગરમોથ અને માખણને
હરતાલ, મણશિલરસપૂર, કંગાલરંગ એ સગળાનાં ચિહે ઘણાંખરાં સોમલને મળતાં છે અને તેના ઉપાયો પણ સમલ વિષ નિવારણ પ્રમાણેજ કરવા. રસ, ઉધરસ ધાતુ અને ઉપધાતુઓના ઝેર-વિક્રીયાની શાંતિના ઉપાયો પાછળ આવી ગયા છે જેથી અત્રે તે શિવાય અન્ય વિષના ઉપચાર લખેલા છે.
For Private And Personal Use Only