________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦)
अनुपानतरंगिणी. (થુંક) વગરનું થઈ જાય છે. એ લક્ષણથી વિષ આપનારને ઓળખી કહાડવો.
જંગમ વિષનાં ચિન્હ કહીએ છીએ.
જે મનુષ્યને કોઈ ઝેરી જનાવર કરડેલ હોય તો તેને નિદ્રાઘેન આવે. આંખ અડધી મીંચાયેલી રહે છે, સર્વ જ્ઞાનેંદ્રીઓનાં જ્ઞાન નાશ થાય છે, બળતરા થાય, આંખે અંધારી આવે, રોમાંચ થઈ આ વે, કરડયાના ડંકને સ્થાને સેજે હોય છે અને અતિસાર થઈ આવે છે. ભેગી–મંડળ-રાજલ જાતિના સર્પ કરડયા હોય તેનાં
લક્ષણ વાયુની પ્રકૃતિવાળો ભોગી સર્ષ, પિત્તની પ્રકૃતિ વાળો મંડળ સર્ષ અને કફની પ્રકૃતિ વાળા રાજુલ સર્ષ હોય છે તેમાં ભાગી જાતને સાપ જે સ્થળે કરડ્યો હોય તે સ્થળ કાળું પડી જાય છે અને વાયુના સર્વ રોગ દેખાય છે. મંડળ નામને સાપ કરડયો હોય તો ડંશની જગ્યા પીળી પડી જાય છે, જે કોમળ હોય છે અને પિત્તના ઉપદ્રવ થઈ આવે. રાજીલ જાતિનો સર્પ કરડ્યો હોય તે ડંખની જગ્યાએ સ્થિર સજે પીળું ચિકણું ફીણ વાળું અને જાડું લોહી નીકળે છે અને તેને સર્વ કફના ઉપદ્રવ થાય છે. કયા સ્થળના સર્ષ કરવાથી મનુષ્યના જીવિતની આશા
છોડી દેવી? પીપળાના ઝાડનીચે, મંદિરમાં, સ્મશાનમાં, રાફડા અથવા સાપના દર પાસે, ચારરસ્તાના એકઠામાં, સંધ્યાકાળમાં, ભરણી અને મઘા નક્ષત્રમાં તથા શરીરના કોઈપણ મર્મ સ્થાનમાં જે સર્પ કરડો હોય તો તે મનુષ્યના જીવિતની આશા છોડી દેવી.
કેટલા પ્રકારના મનુષ્યને સર્પ દંશ અસાધ્ય છે ?
અજીર્ણ રોગીને, ગરમીના વિકારવાળાને, બાળકને, વૃદ્ધને, ભૂ. ખાને, ઘા વાગેલ હોય તેને, પ્રમેહ વાળાને, ગર્ભવંતીને અને જેના શરીરમાં લોહીનું દેખાવા પણું ન હોય એટલા મનુષ્યોને સપાદિ કરડે તો તેને ઔષધોપચાર ત્યજી માત્ર રામ નામ રૂપી ઉત્તમ મંત્ર સંભળાવવો જેથી ભવિષ્યમાં ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે.
ઝેરી ઊંદર કરડયો હોય તેનાં લક્ષણો.
જે જગ્યાએ ઝેરી ઊંદર કરડી ગયું હોય તે જગ્યાએથી પી. લારંગનું લેહી નીકળે, ગોળ ચકામાં થઈ આવે છે, તાવ અરૂચિ ઉત્પન્ન થઈ આવે છે અને રોમાંચ [ રૂવાટાં) ઉભાં થાય છે.
For Private And Personal Use Only