________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
अनुपानतरंगिणी. અધિક ગુણ આપે છે) માત્રા (વજન પ્રમાણ ] અને દેશ કાળ, વય વગેરે સર્વનું જ્ઞાન સારી પેઠે મેળવવું જોઈએ; કેમકે એ એક એકને જોડાયેલા છે જેથી છટાં પડી શકતાં નથી અર્થાત એક એકથી બીજું બળવાન છે, માટે તેમને પ્રથમ વિચાર કરી વૈધવારોએ ઐષધાનપાન આપવું; કારણ કે આળસુ, મંદાગ્નીવાળા, સુકોમળ અને સદા સુખમાં રેહનાર મનુષ્યને માટેજ ઉપરનાં અનુપાન યોગ્ય છે અને જે બળવાન ભજન કરવાવાળો હોય, જેની જઠરાગ્નિ સતેજ હોય, અને રોજ મેહનત કરનારો હોય તો તેવા પુરૂષોને માટે ઉપર બતાવેલાં અનુપાનની કશી વધારે જરૂર નથી. ૩૬-૩૮
ઈતિ અનુપાન પ્રકરણ સમાપ્તમ, હવે વિષભેદ પ્રકરણ કહીએ છીએ, આપૃથ્વિતળમાં વિશ્વના બે ભેદ વૈધવરોએ માનેલા છે એટલે એક સ્થાવર વિષ અને બીજું જંગમ વિષ. સ્થાવર વિષતે પિતાની મેળે ચાલવાની શક્તિ કે વસ્તુમાં નથી તેમાંથી ઉત્પન્ન થતાંઝેરી - દાર્થો તેને સ્થાવર વિષની સંજ્ઞા આપેલી છે અને જે હાલવા ચાલવા શક્તિમાન છે એવી વસ્તુઓમાંથી ઉત્પન્ન થતા ઝેરને જંગમ વિષેની સંજ્ઞા આપેલી છે.
સ્થાવર વિષની ઉત્પત્તિનાં દશ સ્થાનક છે તે એ કે વૃક્ષના મૂળમાં, પત્રમાં, કૂલમાં, ફળમાં, છાલમાં, વક્ષના દૂધમાં, વૃક્ષના સાર-કાષ્ટમાં, વૃક્ષના ગુંદ-રસમાં, ધાતુ ઉપધાતુ અને સોમલ આદિ પાર્થિવ પદાચૅમાં અને કંદ–ગાંઠ (વછનાગાદિ) માં, એ દશ જગ્યાએ ભિન્ન ભિન્ન વનસ્પતિ અને પર્વતાદિમાં ઝેર પેદા થાય છે.
જંગમ વિષની ઉત્પત્તિ ૧૬ સ્થાનકે થાય છે તે એ કે-મનુષ્યોની દ્રષ્ટિમાં, સપાદિકના શ્વાસમાં. કૂતરાં અને શિયાળ વગેરેની ડાઢમાં, સિંહ આદિના નખોમાં, ગરોળી આદિની વિષ્ટામાં, તથા મૂત્રમાં, વાંદરાં આદિના વીર્યમાં, હડકાયા જનાવરની લાળમાં, ગર્મવસ્તુ ખાનારી અથવા વ્યભિચાર કરનારી સ્ત્રીઓની યોનિમાં, ગરમ વસ્તુ ખાનારા અને પ્રષ્ટિવિરૂધ્ધ ગુદમૈથુનાદિ કુકર્મ કરનારા વા કરાવનારાઓની ગુદામાં, સર્પાદિના હાડકામાં, નેળીઆ અને માછલીઓ ના પિત્તામાં, માખી ભમરા વિંછ આદિના કાંટામાં અને સિંહ મા“ર આદિના વાળમાં એ ૧૬ જગ્યાએ ઝેર પેદા થાય છે એટલે સ્થાવર જંગમ મળી ૨૬ સ્થાન ઝેરને જન્મ આપનારાં છે; પરંતુ ઝેર કેટલી જાતનાં હશે તે ગણત્રી થવી ઘણી જ મુશ્કેલ છે પણ જો કોઈ
For Private And Personal Use Only