________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. (१२७) पुष्पंतैलेनतिमिरं काजिकेननिशांधताम् ।। पुनर्नवाजयत्याशु भास्करस्तिमिरंयथा ॥ ७ ॥
સાટોડી કડવી પાકમાં તીખી હલકી અને લઘુ છે, વાયુ કરનાર, મળને બાંધનાર અને કફ રક્તપિત્તને હરનાર છે. તથા સાટોડીની જ. ડને દૂધમાં ધસી નેત્રમાં અંજન કરે તે નેત્રની ખરજ મટે, મધમાં સાટોડીનું મૂળ ઘસી અંજન કરવાથી નેત્રમાંથી ઝરતું પાણી, ધીમાં ઘસી અંજન કરવાથી કલું, તેલમાં ઘસી અંજન કરવાથી તિમિર (દહાડે ઓછું દેખાય તે ] અને કાંજીમાં ઘસી અંજન કરવાથી રતાં ધળા પણું વગેરે નેત્રરોગ મટે છે.
જળભાંગરાના ગુણ અને અનુપાન, भुंगराज कटुस्तिक्तो रुक्षोष्ण कफवातकृत् ॥ दन्त्योरसायनस्त्वच्यः कुष्टनेत्रशिराऽतिजित् ८ भुंगराजपत्ररसं कृष्णजीरसमंपिबेत् ॥ तैलेनसहसंदद्यादलीपलितवर्जितः ॥ ९ ॥ भुंगराजरसंचैव गुडूचीरससंयुतं ॥ मासमात्रप्रयोगेन सर्वव्याधिविनश्यति ॥१०॥
જળભાંગરો કડવો, તીખો, લુખો અને ઉષ્ણ –ગરમ છે. કફ તથા વાયુ કરનાર છે, બળ કરતા તથા જરા વ્યાધિને હરનાર (રસાયન) છે અને કોઢ, આંખના રોગ તેમજ માથાની પીડાને જીતનાર છે. જળભાંગરાના પાંદડાનો રસ શાહજીરાં સંગાથે અથવા તેલ સંગાથે પીએ તો પીનાર મનુષ્ય વિદ્ધાવસ્થામાં પણ યુવાન બરોબર બળવાન રહે છે. તથા જળભાંગરાનારસને ગળાના રસ સંગાથે ૧ મહિના સુધી પીએ તે સર્વ રોગ જાય. ૮- ૦ કેટલાક રોગ ઉપર સામાન્ય પ્રકારે રસ ઉપરસ આદિનાં
અનુપાન, शूलेहिंगुघृतान्वितामधुयुता कृष्णापुराणज्वरे ॥ वातेसाज्यरसोनकः श्वशनकेक्षौदान्वितंत्र्यूषणं ।। शितेव्याललतादलं समरिचं मेहेवरा सोपला ॥
For Private And Personal Use Only