________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी શુદ્ધ લેહ ભસ્મ–એટલે જેમાં લખેલી ઓષધિઓ અને પુટ કમતી (થોડા-ન્યન) તથા પારો ગંધક જે લોહ ભસ્મમાં હોય તે અશુદ્ધ ભસ્મ કહેવાય છે; પરંતુ ઐષધીઓના પુટની ન્યુનતા ન હોય તથા પારા ગંધક સહિત કરેલી લોહભસ્મ પર્મ શુદ્ધ ગણાય છે. તે ભસ્મના સેવનથી ઝેર દેષ, વાયુ, પાંડુ, કૃમિરોગ, તાવ, ફેર ( ચકરી ), ઉલ ટી, સ્વાસ, સંગ્રહણી, કફરોગ, જરા (વૃદ્ધાવસ્થા) ઉધરસ, ક્ષય, કમળો, અરૂચિ, પીનસ, પિત્તનો પ્રમેહ, ગુદાસંબધી હર્ષદિરોગ, ગુ.
ભ, શળ અને આમવાયુ એ સઘળાને નાશ કરે છે. તથાप्लीहस्थौल्यविनाशनंबलकरंकांताजनानंददं क्षीणवंविधुनोतिदृष्टिजनकंशोफापहंकुष्टनुत् ॥ भु. तंशुद्धरसेयसंयुतमिदंसर्वामयध्वंशनं कंताच्छेटरसायनंनहिपरंकांतेस्तिबिंबाधरे ॥ २० ॥
બરોળ, મેદરોગ [ શરીરનું ફુલવું તે ] ને નાશ કરે છે, બળ (શક્તિ ) આપે છે, સ્ત્રીઓને આનંદ દાતા છે, ક્ષીણતા. સોજો અને ઢિ વગેરે ને નાશ કરે છે, જે શુદ્ધ કરેલા પારાની સંગાથે સેવન કરે તે સમસ્ત રોગનો વિધ્વંશ (નાશ ) કરે છે. આ કાંત લેહ ભસ્મની સમાન અન્ય કોઈપણ રસાયન શ્રેષ્ટ નથી.
અશુદ્ધ લેહ ભસ્મથી થતા ગેરફાયદા विषक्लेदंकरोत्येदं वीर्यकांतिनिहन्त्ययः॥ असम्यङ्मारितंयस्मात्ततःसम्यग्विपाचयेत् २१
કાચી લોહભસ્મનું સેવન કરવાથી વિષ સમાન ગુણ આપે છે, લાનિ (અથવા ઉલટી ) પ્રાપ્ત કરે છે, વીર્ય, કાંતિને નાશ કરે છે માટે સારી રીતે વિધિયુક્ત ભસ્મ કરવી નહિં તો તેના ખાવાથી
૧ જે ઔષધ પ્રયોગથી મનુષ્યને લાબું આયુષ્ય મળે છે, મર્ણશક્તિ, બુદ્ધિ, કાંતિ, તેજસ્વી પણું, સુકતા, સુવર્ણ બળ, અને ઈ. દિની શકિત અત્યંત વધે છે વા, પ્રાપ્ત થાય છે, જરાવસ્થા મટી તરૂણા વસ્થા પ્રાપ્ત થાય છે શરીરમાંના સર્વ રોગ દૂર થાય છે અને વચન સિધ્ધિ, જન-પ્રીવતા મેળવે છે તે ઔષધને રસાયન કહે છે. ચરકસંહિતા
For Private And Personal Use Only