________________
વિરૂદ્ધતાને લીધે પણ દુઃખ પ્રાપ્ત થાય છે. દુઃખ અને સુખની વ્યાખ્યા કરતાં એક મહાત્મા પુરુષે સ્પષ્ટ અને સાચું જ કહ્યું છે કેઃ “સર્વ પરવટુä માત્મવર સુa[. આપણે આત્માને જે વશ છે તે સિવાય અન્ય વસ્તુના સંગથી. પ્રાપ્ત થતાં તમામ સુખે પરાધીનતાના કારણે દુઃખરૂપજ છે. તેથી જ શ્રીમદ્ આનંદઘનજીએ સંસારી જીવની વ્યાખ્યા આપતાં એક સ્તવનમાં કહી દીધું છે કે : “અન્ય સંગી જિહાં લગી આતમારે, સંસારી કહેવાય.” સુખ આ દ્રષ્ટિએ દુઃખરૂપ છે અને દુઃખ તો સ્પષ્ટ રીતે દુઃખરૂપ છે જ, તેથી . આ સંપૂર્ણ જગત કેવળ દુઃખરૂપજ છે. એ વાત સિદ્ધ થાય છે. મને વિજ્ઞાનના ઉત્તરાર્ધ) બીજા વ્યાખ્યાનમાં મહારાજ શ્રીએ માનવમન વિષેની અવનવી માહિતી આપતું એવું શ્રીમદ આનંદઘનજીના ભગવાન કુંથુનાથ પરના સ્તવન પર અભ્યાસ પૂર્ણ વિવેચન કરી અંતમાં સાચું જ કહ્યું છે કેઃ કેઈ માટે મનમાં નબળું વિચારવું નહિ, નબળું ઉચારવું નહિ અને નબળું આચરવું નહિ, આજ જીવનને સાર છે. દુનિયાની નિઃસાર પ્રવૃત્તિઓમાં નહિ પડે તે આ જીવનના સારને પામી જશે.”
તે પછીના “શાંતિને સંદેશ” વ્યાખ્યાનમાં સ્થિતપ્રજ્ઞ . માણસ કેવું હોય તે હકીકત શ્રીમદ આનંદઘનજીના ભગવાન શાંતિનાથના સ્તવનના આધારે સુંદર રીતે સમજાવવામાં આવી છે. શાંતિ પ્રાપ્ત કરવાને રોજ માર્ગ બતાવતાં વ્યાખ્યા નના અંત ભાગમાં મહારાજશ્રીએ સાચું જ કહ્યું છે કે “શાંતિ પોતાના આત્મામાં જ છે, પણ સંકલ્પ વિકલ્પને ત્યાગ કરીને આમ ક્યારે પિતાના નિવિકલ્પ સ્વરૂપમાં લીન થાય ત્યારે તેને શાંતિની પ્રાપ્તિ થાય છે.”
1
,
*
* * *