Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૪
૧
ગ્રન્થામાં પુરુષ-અધિષ્ઠાયક તરીકે ‘ પાશ્વ ’ યક્ષના ઉલ્લેખ છે. અને શ્રી અધિષ્ઠાયિકા તરીકે પદ્માવતીને ઉલ્લેખ છે. બીજી બાજુ અન્યત્ર પદ્માવતીજી જોડે ધરણેન્દ્રને જ સંબધ બતાવ્યા છે, કારણ કે પદ્માવતીજી ધરણેન્દ્રના જ પત્ની છે. તે પાર્શ્વને બદલે ધરણેન્દ્રને સ્થાન કેમ આપવામાં ન આવ્યું ? છત્રાવસ્થામાં કમઠના ઉપસ`પ્રસંગે પાર્શ્વયક્ષ મદદે આવ્યા ન હતા, પણ ધરણેન્દ્ર—પદ્માવતીજી હાજર થયાં હતાં.
પદ્માવતીજીના મંત્રાક્ષરામાં પુરુષયક્ષ તરીકે પાર્શ્વ અને સ્ત્રી અધિષ્ઠાયક તરીકે પાર્શ્વયક્ષળી આવા ઉલ્લેખ મળે છે. તે પા યક્ષિણીથી શું સમજવું ? પાથી યક્ષનું સ્વતંત્ર નામ સમજવું કે પાર્શ્વથી પા ભગવાનનું ગ્રહણ કરવું ? આ બાબતે વિચારણા માગે તેવી છે. પદ્માવતીજી એ અધેાલાકની નાગકુમારનિકાયની દેવી છે.
માથે ફણા શા માટે છે ને શુ છે ?
ભગવાન પાર્શ્વનાથજીના માથે સામાન્ય રીતે ચાલુ મૂર્તિઓમાં સાતા બનાવવાને રિવાજ છે. આમ તેા ૯, ૨૭, ૧પ૮ અને ૧૦૦૮ મોટા–કણાવાળા સ` બનાવાને રિવાજ છે, પણ પ્રાચીન કાળથી મૂર્તિમાં સાત કણાથી વધુ ફણા જોવા મળતી નથી. હજુ એછી એટલે પાંચ જોવા મળે ખરી. છઠ્ઠા સૈકાથી લઈને અગિયારમા સૈકા સુધીની, વડાદરા પાસેના આકાટાના જંગલમાંથી નીકળેલી અનુપમ સૌન્દર્ય ધરાવતી ધાતુભૂતિએ મુખ્યત્વે સાત કણાવાળી જ છે. આજે તે વડોદરાની મ્યુઝિયમમાં વિદ્યમાન છે. પાછલા સૈકાએમાં આ મર્યાદા જળવાઈ નથી, મનમાની સંખ્યાએ થવા પામી છે.
આ રીતે જે કુણા કરવાની પ્રથા છે, તે પ્રથા ભગવાનની ૧. ઋષિમ’ડલ યન્ત્રપટોમાં તથા ચિંતામણિ આદિ યન્ત્રોમાં પદ્માવતીની સામે ધરણેન્દ્ર જ બતાવ્યા હોય છે, પાર્શ્વયક્ષ નથી હેાતાઃ
'