________________
DIET
છગન સમજી ગયો. કે આને કાંઈ સમજાવવા જેવું નથી.
We are talking about vegitables. ફોરેનમાં માંસાહારનું પ્રમાણ ખૂબ જ છે. માંસ એ ફક્ત અમુક જંગલી પ્રાણીઓનો ખોરાક છે. માનવ શરીર રચના શાકાહારી પ્રાણીઓને જ અનુરૂપ છે. તેથી ફોરેનના લોકો માંસાહારના ઘણા ઘણા દુષ્પરિણામો ભોગવે છે. અપચાથી માંડીને કૅન્સર સુધીના. માટે ત્યાંનાં ડૉક્ટર્સ અને મેડિકલ રિસર્ચ સેન્ટર્સ શાકાહાર પર ખૂબ જ ભાર મૂકે છે. એના ફાયદા સમજાવે છે. ત્યાંના લોકોનો કબજિયાતનો ટ્રાફિક જામ શાક દ્વારા કંઈક ક્લીયર થતો હોય છે. આપણને એની જરૂર નથી. ઉલટુ એનાથી આપણા આંતરડા ઉપર બોજો વધી જાય છે. અને પાચનક્રિયા બગડે છે. તીખાં શાક રક્ત દૂષિત કરે છે. ક્ષાર-પાણીવાળા શાક હોજરી અને આંતરડાને બગાડે છે. અતિ ખાટા શાક સાંધા બગાડે છે. કોહવાયેલા-બગડેલા શાક ઘણી રીતે નુકસાન કરે છે. પણ આપણને ફોરેન ઉપર ખૂબ જ વિશ્વાસ છે, કદાચ ભગવાન કરતાં પણ વધારે. માટે આપણે આંખ મીંચીને એમનું અનુકરણ કરીએ છીએ. એમાં પાછું આપણું ગૌરવ સમજીએ છીએ. અને પછી દુઃખી થઈએ