________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/સંકલના
A
‘દ્વાદિંશદ્ધાત્રિશિકા' ગ્રંથની ૨૩મી “કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા'ના પદાર્થોની સંકલના
પૂર્વની રરમી “તારાદિત્રયાત્રિશિકા'માં અવેદ્યસંવેદ્યપદ જીતવાનું કહ્યું. હવે અવેદ્યસંવેદ્યપદના જયથી થતી કુતર્કની નિવૃત્તિને આ ૨૩મી દ્વાáિશિકામાં બતાવે છે.
સર્વજ્ઞના વચનથી વિપરીતરૂપે પદાર્થને જોવાની અનિર્મળ દૃષ્ટિ અવેદ્યસંવેદ્યપદ છે, અને તેના નાશથી જીવમાં માર્ગાનુસારી પ્રજ્ઞા પ્રગટે છે, જેથી ક્યાંય કુતર્ક પ્રવર્તતો નથી.
વળી, ચાર દૃષ્ટિ સુધીના જીવો મોક્ષના અર્થી હોવા છતાં પણ વેદસંવેદ્યપદને પ્રાપ્ત કરી શકતા નથી, કેમ કે સર્વ અનર્થોનું કારણ એવો કુતર્ક તેઓમાં વર્તે છે. આથી મુક્તિ ઇચ્છનારા જીવોએ કુતર્કમાં આગ્રહને છોડીને સર્વજ્ઞના વચનરૂપ શ્રત, અને સર્વજ્ઞના વચન અનુસાર આચરણારૂપ શીલ, અને ધ્યાનના ફળભૂત સમાધિમાં આગ્રહ રાખવો જોઈએ, જેથી અદ્યસંવેદ્યપદ જાય અને તેના કારણે કુતર્કની નિવૃત્તિ થાય.
જો શ્રત, શીલ અને સમાધિનો આગ્રહ છોડીને તત્ત્વપ્રાપ્તિ અર્થે વાદપ્રતિવાદમાં યત્ન કરવામાં આવે તોપણ તત્ત્વની પ્રાપ્તિ થાય નહીં, છતાં સ્વદર્શનની માન્યતા અનુસાર પદાર્થને સ્થાપન કરવા માટે કુતર્કો પ્રવર્તે છે. તે કુતર્કો સ્વદર્શનના રાગથી પ્રવર્તીને કઈ રીતે એકાન્તવાદનું સ્થાપન કરે છે, તે વાત શ્લોક-૯ થી ૧૧ સુધીમાં વિસ્તારથી બતાવેલ છે.
તેથી એ ફલિત થાય કે અતીન્દ્રિય પદાર્થોમાં વિચાર્યા વગર સ્વદર્શનના રાગથી તત્ત્વને પ્રાપ્ત કરવા માટે કરાતા યત્નથી તત્ત્વની પ્રાપ્તિ થતી નથી, પરંતુ શ્રત, શીલ અને સમાધિમાં આગ્રહ રાખીને ધર્મમાર્ગમાં યત્ન કરવામાં આવે તો તત્ત્વની પ્રાપ્તિ થાય છે; અને જેઓ શ્રત, શીલ અને સમાધિમાં આગ્રહ રાખીને મધ્યસ્થભાવથી તે તે દર્શનકારો સાથે ધર્મવાદનો યત્ન કરે છે, તેઓને સર્વ દર્શનકારોનાં વચનો કઈ રીતે યોગપ્રાપ્તિનાં કારણો છે, તેનો પારમાર્થિક બોધ થાય છે. માટે કુતર્કને છોડીને મોક્ષના અર્થીએ સર્વ ઉદ્યમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org