________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧પ
પ૭ પૂર્ણ પુરુષની ઉપાસના કરે છે. તેઓ સર્વ દર્શનોનો અભ્યાસ કરીને સર્વનયો કહેનારા પૂર્ણપુરુષ છે તેવો નિર્ણય નહીં હોવા છતાં, કોઈ એક નય ઉપર ચાલતા પોતાના દર્શનને અવલંબીને સર્વજ્ઞની ઉપાસના કરે છે, તેથી તેઓ સામાન્યથી સર્વજ્ઞનો આશ્રય કરનારા છે; કેમ કે નિરતિશય ગુણવાનપણારૂપે ભક્તિનો વિષય સર્વજ્ઞ છે, અને તે તે દર્શનમાં રહેલા કદાગ્રહ વગરના અને સંસારથી અતીત તત્ત્વની પ્રાપ્તિના અર્થી, જે જીવો પોતાના ઉપાસ્યને નિરતિશય ગુણવાનપણારૂપે સ્વીકારીને તેઓની ભક્તિ કરે છે, તેઓની ભક્તિનો વિષય પરમાર્થથી સર્વજ્ઞ છે.
અહીં પ્રશ્ન થાય કે કપિલ કે બુદ્ધ સર્વજ્ઞ નથી, તેવું જૈન દર્શનનાં શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. આમ છતાં કપિલને કે બુદ્ધને સર્વજ્ઞરૂપે માનીને જેઓ તેમની ઉપાસના કરે છે, તેઓ સર્વજ્ઞના ઉપાસક છે, તેમ કેમ કહી શકાય? તેથી કહે છે -
ગુણવાનપણારૂપે અવગાહન કરીને કરાતી તેમની ભક્તિ તે સર્વજ્ઞની ભક્તિ છે. તેથી અન્ય દર્શનવાળા કદાગ્રહ વગરના યોગીઓ પોતાના ઉપાસ્યને બુદ્ધ તરીકે ઉલ્લેખ કરે તોપણ રાગ-દ્વેષ અને મોહથી પર એવા બુદ્ધ ભગવાન છે, તે રીતે અવગાહન કરીને તેઓની ભક્તિ કરે છે; તેથી તેમની ભક્તિના વિષયભૂત પુરુષ રાગ-દ્વેષ અને મોહથી પર એવી સર્વજ્ઞ વ્યક્તિ જ પ્રાપ્ત થાય છે, માત્ર નામથી જ તેઓનો ભેદ પ્રાપ્ત થાય છે અર્થાત્ નામથી તેઓ બુદ્ધનો ઉલ્લેખ કરે છે કે કપિલનો ઉલ્લેખ કરે છે. વસ્તુતઃ ઉપાસ્યરૂપે તો પૂર્ણ પુરુષને જ કપિલ કે બુદ્ધ શબ્દથી ઉલ્લેખ કરીને ઉપાસના કરે છે, અને તે પૂર્ણ પુરુષ શુદ્ધ માર્ગના સ્થાપક તીર્થકરો જ છે, અન્ય કોઈ નહીં.
અહીં વિશેષ એ છે કે તે તે દર્શનમાં રહેલા યોગમાર્ગને અનુસરનારા યોગીઓએ સર્વ દર્શનોનો અભ્યાસ કરીને સર્વજ્ઞકથિત સાંગોપાંગ માર્ગ ક્યાં છે ? તેનો નિર્ણય કર્યો નથી; આમ છતાં પોતાના દર્શનમાં રહેલા યોગમાર્ગનું અવલંબન લઈને, પોતાના ઉપાસ્યને પૂર્ણ પુરુષ માનીને તેમની ઉપાસના કરે છે, તેઓ સામાન્યથી સર્વજ્ઞ એવા તીર્થકરોનો ઉપાસ્યરૂપે આશ્રય કરનારા છે.
વળી જેઓ સર્વ દર્શનોનો અભ્યાસ કરે છે, તેઓને નિર્ણય થયો છે કે સર્વ દર્શનોમાં તે તે નયઅપેક્ષાએ જે યોગમાર્ગ રહેલો છે, તે સર્વજ્ઞકથિત છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org