________________
૯૧
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૨૫-૨૬ છે, તેથી અમૃતશક્તિવાળું છે; અને અમૃતશક્તિવાળી એવી શ્રુતશક્તિથી તેઓ અનુષ્ઠાન સેવે છે અર્થાત્ પોતાની ભૂમિકા પ્રમાણે રાગાદિ પ્રતિપક્ષનું ભાવન થાય તે પ્રમાણે અનુષ્ઠાનને કરવાનું શ્રુતવચન બતાવે છે, તે પ્રમાણે તેઓ અનુષ્ઠાન સેવે છે, તે અનુષ્ઠાન મોક્ષનું કારણ બને છે. ગરપા અવતરણિકા :
ત્રણ પ્રકારના બોધથી થતા અનુષ્ઠાનના ફળને બતાવવા અર્થે શ્લોક૨પમાં બતાવ્યું કે બુદ્ધિપૂર્વકનાં કર્મો અનુષ્ઠાનો, સંસાર માટે છે, અને જ્ઞાનપૂર્વકતાં કર્મો મોક્ષ માટે છે. હવે અસંમોહપૂર્વક કરાયેલું અનુષ્ઠાન શું ફળ આપે છે? તે શ્લોકના પૂર્વાર્ધથી બતાવે છે –
અહીં વિચારકને જિજ્ઞાસા થાય કે અન્ય દર્શનવાળાના આચારો અતિ સ્કૂલબોધવાળા હોય છે, વિશેષ પ્રકારના વિવેકથી વિકલ હોય છે; જ્યારે ભગવાનના શાસનના પરમાર્થને જાણનારા યોગીઓના આચારો સૂક્ષ્મ બોધવાળા હોય છે, વિશેષ પ્રકારના વિવેકથી યુક્ત હોય છે. તેથી અવ્યદર્શનના યોગીઓ અને જેનદર્શનના પરમાર્થને જાણનારા યોગીઓ એક સર્વજ્ઞની ઉપાસના કરે છે, તેમ કેમ કહેવાય ? તેનું સ્પષ્ટીકરણ શ્લોકના ઉત્તરાર્ધથી કરે છે – શ્લોક :
असंमोहसमुत्थानि योगिनामाशु मुक्तये ।
भेदेऽपि तेषामेकोऽध्वा जलधौ तीरमार्गवत् ।।२६।। અન્વયાર્થ :
નિયોગીઓનાં સંમોહસમુસ્થાનિક અસંમોહથી ઉત્પન્ન થયેલાં અનુષ્ઠાનો, માશુ શીધ્ર મુવત્ત=મોક્ષને માટે છે. તેષાં એડપિ તેઓનો ભેદ હોવા છતાં પણ=અત્યદર્શનવાળા યોગીઓ અને જૈનદર્શનના તત્ત્વને પામેલા યોગીઓનો ગુણસ્થાનકકૃત ભેદ હોવા છતાં પણ, નથી તીરમાવ= સમુદ્રમાં તીરમાર્ગની જેમ=સમુદ્રમાં રહેલાને તીરમાર્ગની જેમ ડલ્લા એક માર્ગ છે એક મોક્ષ તરફનો માર્ગ છે. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org