Book Title: Kutarkagrahanivrutti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 124
________________ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/મ્લોક-૨૮ ટીકાર્ય ઃ एकस्या वा સુસ્થિતતા” ।। અથવા એક તીર્થંકરની દેશનાના અચિંત્ય પુણ્યસામર્થ્યથી-અનિર્વચનીય પરબોધતા આશ્રયવાળા એવા ઉપાત્ત કર્મના વિપાકથી, વિભેદને કારણે=શ્રોતાના ભેદથી વિચિત્રપણા વડે પરિણમનને કારણે, યથાભવ્ય ઉપકાર થાય છે, એથી દેશનાના વૈચિત્ર્યથી સર્વજ્ઞના વૈચિત્ર્યની સિદ્ધિ નથી. જે કારણથી કહે છે-જે કારણથી ‘યોગદૃષ્ટિસમુચ્ચય' શ્લોક-૧૩૬-૧૩૭માં કહે છે ..... -- “યદા=અથવા, તેષાં=આમની=સર્વજ્ઞ એવા કપિલ-સુગતાદિની, એક પણ દેશના અચિંત્ય પુણ્યના સામર્થ્યને કારણે શ્રોતાના ભેદથી તે પ્રકારે= નિત્યાદિ પ્રકારે ચિત્રા=વિવિધ પ્રકારની વમાસતે=ભાસે છે.” (યો.દ.સ. શ્લોક-૧૩૬) “==અને સર્વેષાં=સર્વ શ્રોતાઓને યથામયં=ભવ્યસદેશ તત્કૃત ઉપારોપિ= તે દેશનાકૃત ઉપકાર પણ નાયર્ત=થાય છે. વ=એ રીતે અસ્યા:=આની=દેશનાની સર્વત્ર=સર્વ શ્રોતાઓમાં અવન્ધ્યાપિ=અવંધ્યતા પણ સુસ્થિતા=સુસંગત છે.” (યો.દ.સ. શ્લોક-૧૩૬-૧૩૭) ૨૮૫ ૧૦૭ ભાવાર્થ: સર્વજ્ઞનો ભેદ નહીં હોવા છતાં સર્વજ્ઞ એવા કપિલાદિની અને સર્વજ્ઞ એવા બુદ્ધાદિની દેશનાભેદની પ્રાપ્તિનું કારણ : પૂર્વશ્લોક-૨૭માં કહ્યું કે સર્વદર્શનકારના ઉપાસ્ય કપિલ, બુદ્ધાદિનો નામમાત્રથી ભેદ છે, પરંતુ સર્વજ્ઞરૂપે તેઓમાં ભેદ નથી. ત્યાં પ્રશ્ન કર્યો કે તો પછી સર્વજ્ઞ એવા કપિલની દેશના નિત્ય કેમ ? અને સર્વજ્ઞ એવા બુદ્ધની દેશના અનિત્ય કેમ ? તેથી પૂર્વશ્લોકના ઉત્તરાર્ધમાં ખુલાસો કર્યો કે ભવવૈદ્ય એવા કપિલાદિ સર્વજ્ઞોએ શિષ્યના અભિપ્રાયને આશ્રયીને જુદી જુદી દેશના આપેલ છે, જેથી તેઓને ઉપકાર થાય. આ જુદી જુદી દેશનાથી શિષ્યોને ઉપકાર કઈ રીતે થાય છે ? તે બતાવે છે - Jain Education International તેવા પ્રકારના શ્રોતાઓને આશ્રયીને નિત્યદેશનાથી ભવઉદ્વેગાદિ ભાવો થાય છે; કેમ કે જેઓ ‘હું આ દેહ સાથે છું ત્યાં સુધી જ મારું અસ્તિત્વ છે’ તેવો ભ્રમ ધારણ કરીને યોગમાર્ગમાં અનુત્સાહી છે, તેઓને આશ્રયીને સર્વજ્ઞ એવા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140