________________
૧૦૮
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૮ કપિલે નિત્યદેશના=નિત્ય તત્ત્વની દેશના આપી, જેથી હું શાશ્વત છું' તેવી બુદ્ધિ થવાથી ભવ પ્રત્યે ઉદ્વેગ થાય અને યોગમાર્ગને સેવવા માટે તત્પર થાય.
વળી, કેટલાક શ્રોતાઓ ભોગ પ્રત્યેની આસ્થાવાળા છે. તેવા શ્રોતાઓને સામે રાખીને સુગાદિ સર્વજ્ઞોએ ક્ષણિકદેશના=ક્ષણિક તત્ત્વની દેશના આપી, જેથી ભવથી ઉદ્વિગ્ન થઈને તે શ્રોતાઓ યોગમાર્ગને સેવવા માટે તત્પર થાય. તેથી સર્વજ્ઞ એવા કપિલાદિની કે સુગાદિની ચિત્રદેશના જીવોની યોગ્યતાને અનુરૂપ ઉપકાર કરે છે, એ અપેક્ષાએ જુદી જુદી દેશના આપેલ છે, પરંતુ કપિલાદિની અને સુગાદિની દેશના પરસ્પર વિરુદ્ધ નથી.
ઉપર્યુક્ત કથનથી એ ફલિત થયું કે કપિલાદિ શબ્દોથી વાચ્ય કોઈક સર્વજ્ઞ પુરુષોએ ભિન્ન-ભિન્ન દેશના આપી છે, આમ છતાં, તે દેશના પરસ્પર વિરુદ્ધ નથી; પરંતુ લોકોના ઉપકારને સામે રાખીને આપેલી છે. તેથી સર્વ દર્શનકારોના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે, માત્ર નામનો ભેદ છે.
સર્વના ઉપાસ્ય એક સર્વજ્ઞ હોવા છતાં જુદી જુદી દેશના કેમ છે ? તેનું સમાધાન એક પ્રકારે કર્યા પછી હવે બીજા પ્રકારે સર્વદર્શનકારોના ઉપાસ્યની જુદી જુદી દેશના નહીં હોવા છતાં સર્વદર્શનકારો જુદી જુદી માન્યતા કેમ ધરાવે છે ? તે બતાવે છે --
અચિંત્ય પુણ્યસામર્થ્ય હોવાને કારણે એક તીર્થંકરની દેશના શ્રોતાના ભેદથી ભિન્ન-ભિન્નરૂપે પરિણમન પામે છે, અને તે દેશનાથી ભવ્યતાને અનુરૂપ ઉપકાર થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ખરેખર ! ચિત્રદેશના નથી, પરંતુ કોઈક તીર્થકરે દ્રવ્ય અને પર્યાય ઉભયને સામે રાખીને દેશના આપેલી, અને તીર્થકરોનું અચિંત્ય પુણ્યસામર્થ્ય હોવાથી શ્રોતાઓને જે જે પ્રકારની શંકા હોય તેનું નિવર્તન કરીને, તેમની દેશના શ્રોતાઓને આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરાવે છે. તેથી જે શ્રોતાઓને એવી શંકા હતી કે “આ ભવ પૂર્ણ થયા પછી મારું અસ્તિત્વ નથી' એવા શ્રોતાને ભગવાનની દેશનાથી બોધ થયો કે “હું શાશ્વત છું, માટે મારા શાશ્વત આત્માના હિત માટે મારે ઉદ્યમ કરવો જોઈએ.” વળી ભોગની આસ્થાવાળા અન્ય શ્રોતાઓને દેશના સાંભળતાં ભગવાનના વચનથી એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org