________________
૧૧૮
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકાશ્લોક-૩૧ શ્લોકાર્ય :
જો અતીન્દ્રિય પદાર્થો અનુમાનથી જણાય તો આટલા કાળથી અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં પ્રાજ્ઞ પુરુષો વડે નિશ્ચય કરાયેલો થાય. Il3?ll ટીકા :
ज्ञायेरनिति-हेतुवादेन अनुमानवादेन, यदि अतीन्द्रिया धर्मादयः पदार्था ज्ञायेरन् तदा एतावता कालेन प्राज्ञै: तार्किकैः तेषु अतीन्द्रियेषु पदार्थेषु, निश्चयः कृतः स्यात्, उत्तरोत्तरतर्कोपचयात् ।।३१।। ટીકાર્ય -
હેતુવાનનુમાનવાન .... તપથાત્ : જો અતીન્દ્રિય એવા ધર્માદિ પદાર્થો હેતુવાદથી અનુમાનવાદથી, જણાય, તો આટલા કાળથી ઉત્તરોત્તર તર્કના ઉપચયના બળથી તાર્કિક એવા પ્રાજ્ઞો વડે તેઓમાં અતીન્દ્રિય પદાર્થોમાં, નિર્ણય કરાયેલો થાય. ૩૧TI ભાવાર્થ :સર્વજ્ઞના વચન વિના યુક્તિથી અતીન્દ્રિય પદાર્થોની અપ્રાપ્તિ -
અતીન્દ્રિય એવા ધર્માદિ પદાર્થો અનુમાનથી જાણી શકાતા નથી, અને જો જાણી શકાતા હોત તો અનંતકાળ પસાર થઈ ગયો, ઘણા તાર્કિકો થયા, અને જેઓ શુદ્ધ તર્ક કરનારા છે, તેઓના તર્કથી કોઈ પદાર્થ સ્થાપન કરાયેલો હોય, અને અન્ય તાર્કિક થાય તો તે તર્કને પુષ્ટ કરે; તેથી પૂર્વપૂર્વનો તર્ક ઉત્તરઉત્તરના તર્કથી પુષ્ટ-પુષ્ટતર થાય, અને તે પુષ્ટ થયેલા તર્કથી અતીન્દ્રિય પદાર્થો આટલા કાળમાં નિર્ણાંત થઈ ગયા હોત; પરંતુ સદા અતીન્દ્રિય પદાર્થોમાં વાદી અને પ્રતિવાદી ઉપલબ્ધ છે. તેથી અર્થથી એ ફલિત થાય કે અતીન્દ્રિય પદાર્થો તર્કનો વિષય નથી, પરંતુ સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે, તેમ સ્વીકારીને જાણવા માટે યત્ન કરવામાં આવે તો અતીન્દ્રિય પદાર્થોનો સાચો નિર્ણય થાય. માટે કુતર્કનો આશ્રય છોડીને આગમમાં અભિનિવેશ કરવાથી તત્ત્વની પ્રાપ્તિ થાય.II3II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org