________________
૧૨૧
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ - “કુતર્કગ્રહનિવૃત્તિવાત્રિશિકા'નું નિગમન કરતાં કહે છે –
આ કુતર્કગ્રહ શુષ્ક તર્કના અભિનિવેશરૂ૫ છે, તેનાથી કંઈ જ તત્ત્વની પ્રાપ્તિ થાય નહીં. માટે કલ્યાણના અર્થીએ આગમમાં દૃષ્ટિને સ્થાપન કરીને કુતર્કનો આગ્રહ ત્યાગ કરવો જોઈએ; કેમ કે મોક્ષના અર્થી જીવોને મોક્ષની પ્રાપ્તિ થયા પછી ક્ષયોપશમભાવના ક્ષમાદિ ધર્મો પણ ત્યાગ કરવા યોગ્ય છે, તો કુતર્ક તો સુતરામ્ ત્યાજ્ય છે.
આશય એ છે કે ક્ષયોપશમભાવના ક્ષમાદિ ગુણો જીવ માટે કલ્યાણનું કારણ છે, આમ છતાં ક્ષયોપશમભાવના ગુણો કર્મના સાંનિધ્યથી થનારા છે. તેથી કલ્યાણના કારણભૂત પણ ક્ષયોપશમભાવના ધર્મો મોક્ષમાં જો ત્યાજ્ય હોય તો ઔદયિકભાવરૂપ કુતર્ક તો અત્યંત ત્યાજ્ય છે. કુતર્ક અત્યંત ત્યાજ્ય કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – કોઈપણ સ્થાનમાં રાગને કારણે કરાતો આગ્રહ અસંગઅનુષ્ઠાનનો પ્રતિપંથી છે, તેથી અશ્રેયનું કારણ છે; અને કુતર્ક તત્ત્વના રાગને છોડીને સ્વમાન્યતા પ્રત્યેના રાગના વશથી પદાર્થને સ્વમતિ અનુસાર જોડવા માટે યત્ન સ્વરૂપ છે, તેથી જીવને અસંગઅવસ્થાની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે; જ્યારે તત્ત્વનો રાગ તો અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિનું કારણ છે. તેથી કોઈપણ સ્થાને તત્ત્વના રાગને છોડીને આગ્રહ કરવામાં આવે તો તે આગ્રહ અસંગઅનુષ્ઠાનની પ્રાપ્તિનું કારણ બને નહીં, અને તેથી મોક્ષની પ્રાપ્તિ પણ થાય નહીં. માટે કુતર્ક પ્રત્યેનો આગ્રહ અશ્રેયનું કારણ છે. રૂચા
इति कुतर्कग्रहनिवृत्तिद्वात्रिंशिका ।।२३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org