________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૭
૧૦૩
યોગમાર્ગને બતાવનારા કપિલાદિ સર્વજ્ઞો સંસારરોગને મટાડવા માટે શ્રેષ્ઠ વૈદ્યો છે. તેથી તેમની સન્મુખ જેવા શિષ્યો હતા, તેમને સામે રાખીને દેશના આપી છે. તેથી કપિલાદિ વૈદ્યોએ કાલાંતર અપાયભીરુ=‘આયુષ્યની સમાપ્તિ પછી મારું અસ્તિત્વ નથી' એ પ્રકારે માનનારા, એવા શિષ્યોને આશ્રયીને દ્રવ્યપ્રધાન દેશના આપી, જેથી તેઓને સ્થિર આસ્થા થાય કે ‘મારો આત્મા શાશ્વત છે, તેથી નિત્ય એવા મારા આત્માના હિત અર્થે મારે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ' અને કેટલાક જીવો ભોગની આસ્થાવાળા હતા, તેઓને ભોગની આસ્થા છોડાવવા માટે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયને મુખ્ય કરીને ક્ષણિકવાદ સુગતાદિ મહાત્માઓએ બતાવ્યો, જેથી ભોગની આસ્થા છોડીને યોગમાર્ગમાં તેવા જીવોની પ્રવૃત્તિ થાય. તેથી કપિલાદિની કે સુગતાદિની દેશનાનો ભેદ નથી; પરંતુ શિષ્યોના અભિપ્રાયને સામે રાખીને ગૌણમુખ્યભાવથી જુદી જુદી દેશના દેખાય છે. વસ્તુતઃ તે દેશના જીવોને સંસારથી વિમુખ કરીને યોગમાર્ગની પ્રવૃત્તિનું કારણ છે, તેથી સંસારવ્યાધિને મટાડવા માટેના ઔષધ જેવી છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે કપિલાદિએ એકાંત નિત્યદેશના અને સુગતાદિએ એકાંત ક્ષણિકવાદ સ્થાપન કર્યો છે, તેમ માનીએ તો શું વાંધો ? તેથી કહે છે -
તેઓ સર્વજ્ઞ હોય તો અવશ્ય અન્વય-વ્યતિરેકવાળી વસ્તુને જાણે, અને જો કપિલ-સુગતાદિ અન્વયવ્યતિરેકી વસ્તુને ન જાણતા હોય તો તેઓ સર્વજ્ઞ છે, તેમ સિદ્ધ થાય નહીં; અને સર્વ દર્શનકારો પોતાના મતના સ્થાપકને સર્વજ્ઞ સ્વીકારે છે, અને સર્વજ્ઞ સ્વીકારીને તેમની ઉપાસના કરે છે. તેથી અર્થથી સિદ્ધ થાય છે કે તેઓ અન્વયવ્યતિરેકી વસ્તુને જાણે છે, અને પદાર્થ દ્રવ્યરૂપે અન્વયી છે અને પર્યાયરૂપે વ્યતિરેકી છે, અને તેથી અન્વય-વ્યતિરેકને જાણનારા સર્વજ્ઞ એવા કપિલાદિ મહાત્માઓએ જીવોના ઉપકારને સામે રાખીને જુદી જુદી દેશના આપી છે તેમ સ્વીકારીએ તો કોઈ વિરોધ નથી. તેથી સર્વદર્શનકારોના પ્રણેતા સર્વજ્ઞ છે, તેમ સિદ્ધ થઈ શકે છે, અને તેમનો બતાવેલ યોગમાર્ગ સેવીને જીવો આત્મહિત કરી શકે છે. માટે અતીન્દ્રિય પદાર્થમાં આગમના વચનનું અનુસરણ કરવું જોઈએ, એ પ્રકારનું પ્રસ્તુત શ્લોકનું શ્લોક-૧૩ સાથે જોડાણ છે. II૨૭ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org