________________
૯૦
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨પ શ્રુતશક્તિનો સમાવેશ હોવાને કારણે જીવમાં પ્રગટ થયેલ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જન્ય જે શ્રુતજ્ઞાન, તેનાથી નિષ્પન્ન થયેલ જે સંવેગ, તે રૂપ શ્રુતશક્તિનો અનુષ્ઠાનમાં સમાવેશ હોવાને કારણે, અનુબંધફળપણું હોવાથી, કુલયોગીઓનાં જ્ઞાનપૂર્વકનાં તે જ=કર્મો જ=ક્રિયાઓ જ, મુક્તિનું અંગ છે.” iારપા ભાવાર્થ -
બુદ્ધિ આદિ ત્રણ પ્રકારના બોધથી થતા અનુષ્ઠાનનું ફળ પ્રસ્તુત શ્લોકમાં અને આગળ શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રી બતાવે છે. બુદ્ધિપૂર્વકના અનુષ્ઠાનનું ફળ > સંસાર જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનનું ફળ ) પરંપરાએ મોક્ષ અસંમોહપૂર્વકના અનુષ્ઠાનનું ફળ શીધ્ર મોક્ષ (૧) બુદ્ધિપૂર્વકના અનુષ્ઠાનનું ફળ :
જે જીવો ઇષ્ટકર્મ અને પૂર્તકર્મરૂપ અનુષ્ઠાનો સેવે છે, છતાં સ્વકલ્પનાનું પ્રધાનપણું હોવાને કારણે શાસ્ત્રના વિવેકને સ્વીકારતા નથી, તેઓનું અનુષ્ઠાન ફળથી અસાર છે. તેથી તે અનુષ્ઠાન સેવીને પણ તેઓ સંસારની પ્રાપ્તિ કરે છે.
તેથી એ પ્રાપ્ત થાય કે કોઈને ધર્મઅનુષ્ઠાન કરતા જોઈને પોતાને ધર્મઅનુષ્ઠાન કરવાની મતિ થઈ, આમ છતાં તે અનુષ્ઠાન પોતાની રુચિ પ્રમાણે કરવાની વૃત્તિ છે; પરંતુ શાસ્ત્રને અભિમુખ લેશ પણ ભાવ નથી, તેવા જીવોનું તે અનુષ્ઠાન તુચ્છ પુણ્ય બંધાવીને ફળથી સાંસારિક દેવાદિ ભવોની પ્રાપ્તિ કરાવે છે, અને અનુબંધથી સંસારના પરિભ્રમણનું કારણ છે. તેથી તે અનુષ્ઠાન આત્મકલ્યાણ માટે લેશ પણ ઉપયોગી નથી. (૨) જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનનું ફળ :
જે જીવોનો મોહ કંઈક ઓછો થયો છે અને તેથી કંઈક વિવેક ઉત્પન્ન થયો છે, જેથી તેઓ વિચારે છે કે “અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે, માટે અતીન્દ્રિય એવા મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવી હોય તો સર્વજ્ઞના વચનાનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ.” આવા પ્રકારના વિવેકને કારણે તેઓ શ્રુતનું અવલંબન લે છે, અને કૃતવચન મોહના વિષને ઉતારવા માટેની ઉચિત દિશા બતાવનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org