________________
..
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૪-૨૫
તેવા પ્રકારની તેઓની પ્રવૃત્તિ જોઈને સદનુષ્ઠાન જાણનારાઓને પણ તે યોગી પ્રત્યે અનુગ્રહ કરવાનો પરિણામ થાય છે અર્થાત્ ‘હું આ યોગીને વિશેષ પ્રકારનાં અનુષ્ઠાન સેવવાનો ઉપાય બતાવું, જેથી આ યોગી પણ વિશેષ અનુષ્ઠાનને પ્રાપ્ત કરીને સંસારસાગરથી શીઘ્ર પારને પામે.' આવો ઇષ્ટાદિ સદનુષ્ઠાનના જાણનારાઓનો તે યોગી ઉપર અનુગ્રહ વર્તતો હોય છે. માટે સદનુષ્ઠાન જાણનારાઓનો અનુગ્રહ એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે.
સદનુષ્ઠાનનાં સાત વિશેષણો બતાવ્યાં, તે સર્વથી યુક્ત અનુષ્ઠાન અનુબંધપ્રધાન બને છે. માટે તેવા અનુષ્ઠાનને સદનુષ્ઠાન કહેલ છે. ૨૪॥
અવતરણિકા :
શ્લોક-૨૩માં કહ્યું કે બુદ્ધિ આદિના ભેદોથી ઇષ્ટપૂર્ત કર્મો ચિત્રફળ આપે છે. તેથી શ્ર્લોક-૨૩માં અનુષ્ઠાનવિષયક બોધના બુદ્ધિ આદિ ત્રણ ભેદોનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ત્રણ પ્રકારના અનુષ્ઠાનવિષયક બોધથી થતા અનુષ્ઠાનના ફળભેદને બતાવે છે –
શ્લોક ઃ
भवाय बुद्धिपूर्वाणि विपाकविरसत्वतः ।
कर्माणि ज्ञानपूर्वाणि श्रुतशक्त्या च मुक्तये ।। २५ ।। અન્વયાર્થ:
બુદ્ધિપૂર્વાળિ માં=િબુદ્ધિપૂર્વક કરાયેલાં કર્મો વિપાવિનસત્વતઃ=વિપાકથી અર્થાત્ ફળથી વિરસપણું હોવાને કારણે મવાવ=ભવને માટે છે–સંસારને માટે થાય છે, શ્રુતાવત્યા ઘ=અને શ્રુતશક્તિને કારણે જ્ઞાનપૂર્વાળિ=જ્ઞાનપૂર્વક કરાયેયાં કર્મો મુક્તયે=મુક્તિ માટે થાય છે. ।।રપા
શ્લોકાર્થ :
બુદ્ધિપૂર્વક કરાયેલાં કર્મો ફળથી વિરસપણું હોવાને કારણે ભવને માટે થાય છે, અને શ્રુતશક્તિને કારણે જ્ઞાનપૂર્વક કરાયેલાં કર્મો મુક્તિ માટે થાય છે. ।।૨૫।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org