________________
S
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૨૪ (૩) વિM: - અનુષ્ઠાન કરવામાં અદષ્ટના સામર્થ્યથી વિપ્નનો અભાવ, એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે.
જે યોગી શાસ્ત્રવચનાનુસાર બોધ કરીને, શાસ્ત્રને પરતંત્ર થઈને, સદનુષ્ઠાનમાં યત્નાતિશય કરતા હોય, અને અનુષ્ઠાનકાળમાં અનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ વર્તતી હોય, તો તેનાથી અનુષ્ઠાનની સમ્યક નિષ્પત્તિનાં પ્રતિબંધક કર્મો ક્ષયોપશમભાવને પામે છે; અને ક્ષયોપશમભાવને પામેલા અદષ્ટના સામર્થ્યને કારણે તે અનુષ્ઠાનની સમ્યગૂ નિષ્પત્તિમાં વિઘ્નનો અભાવ પ્રાપ્ત થાય છે, જે સદનુષ્ઠાનનું સ્વરૂપ છે.
અહીં વિશેષ એ છે કે જીવને આત્મિક ભાવોમાં જવા માટે સદનુષ્ઠાન સહાયક છે, અને તે સદનુષ્ઠાનની પ્રવૃત્તિમાં વિજ્ઞઆપાદક જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મની પ્રકૃતિઓ છે, અને જે યોગીઓ શાસ્ત્રવચનાનુસાર અનુષ્ઠાનની નિષ્પત્તિ માટે યત્નાતિશય કરતા હોય, તેઓને જ્ઞાનાવરણીયકર્મ અને મોહનીયકર્મનો ક્ષયોપશમભાવ થાય છે; જે ક્ષયોપશમભાવવાળું અદૃષ્ટ અનુષ્ઠાનની સમ્યક નિષ્પત્તિમાં વિઘ્નના અભાવને કરે છે, અને જેઓ તે કર્મનો ક્ષયોપશમ કરી શકતા નથી, તેઓને તે કર્મ વિજ્ઞભૂત થઈને અનુષ્ઠાનની સમ્યકુ નિષ્પત્તિ થવા દેતું નથી.
તેમાંથી કેટલાક જીવોનાં નિરુપક્રમ કર્મ હોય છે, તેથી તેઓ સ્વપરાક્રમ ફોરવે તોપણ નિરુપક્રમ કર્મ હોવાને કારણે સમ્યક પ્રયત્ન કરી શકતા નથી, તેથી વિજ્ઞભૂત કર્મો સદનુષ્ઠાનની નિષ્પત્તિમાં પ્રતિબંધક બને છે. વળી કેટલાક જીવોનાં તે કર્મો સોપક્રમ હોવા છતાં શીધ્ર તૂટે તેવાં નથી, તેથી આવા જીવોને ઉપદેશની સમ્યક સામગ્રી મળે તો ઉપદેશથી ઉલ્લસિત થયેલા વીર્યને કારણે તે કર્મોનો ક્ષયોપશમ કરી શકે છે; અને ઉપદેશની સામગ્રી ન મળે તો ક્ષયોપશમભાવ કરી શકતા નથી, તેથી સ્વઉદ્યમ દ્વારા પણ સદનુષ્ઠાનમાં સમ્યગૂ યત્ન થતો નથી. વળી કેટલાક જીવો સિદ્ધયોગી આદિ મહાપુરુષોના સાંનિધ્યના બળથી યત્ન કરે તો તે કર્મો ક્ષયોપશમભાવને પામે છે, અને તેઓના સાંનિધ્ય વગર ઉદ્યમ કરતા હોય તો સોપક્રમ પણ કર્મ પ્રબળ હોવાથી ક્ષયોપશમભાવને પામતું નથી. (૪) સમ્પામ :- સંપત્તિનું આગમન એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org