________________
૮૫
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/બ્લોક-૨૪
(૬) તજ્ઞસેવા :- તજ્ઞસેવા =અને ઈષ્ટાદિ અનુષ્ઠાનના જાણનારાની સેવા અર્થાત્ પોતે જે અનુષ્ઠાન સેવે છે, તેનાથી અધિક-અધિક અનુષ્ઠાન જાણનારાઓની સેવા.
(૭) તવદર:- “ઘ' શબ્દથી તેમના અનુગ્રહનું ગ્રહણ કરવું=ઈષ્ટાદિ જાણનારાઓના અનુગ્રહનું ગ્રહણ કરવું.
નોંધ :- ટીકામાં ‘શબ્દ તિવનુuદ' શબ્દ છે ત્યાં વાત્તવનુપ્રહ એવો પાઠ યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથ શ્લોક-૧૨૩માં છે, તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે.
આ આગળ બતાવ્યું એ, સાત વિશેષણવાળું સદનુષ્ઠાનનું લક્ષણ છે; કેમ કે તેના અનુબંધનું પ્રધાનપણું છે અર્થાત્ આવા પરિણામો જેનામાં વર્તતા હોય તેનું અનુષ્ઠાન અનુબંધપ્રધાન હોય છે. ૨૪
ભાવાર્થ :
સદનુષ્ઠાનનું લક્ષણ -
આ શ્લોકમાં સદનુષ્ઠાન સાત વિશેષણવાળું છે તેમ બતાવેલ છે, જે આ પ્રમાણે – (૨) માતર :- યત્નાતિશય એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે.
સદનુષ્ઠાન ઇષ્ટકર્મરૂપ હોય કે પૂર્તકર્મરૂપ હોય, તે ઇષ્ટકર્મ કે પૂર્તકર્મ જે રીતે શાસ્ત્રમાં કરવાનાં કહ્યાં છે, તે રીતે કરવાના અભિલાષવાળા યોગી, શાસ્ત્રથી તે ઇષ્ટકર્મ અને પૂર્તકર્મના સ્વરૂપને જાણવા માટે યત્ન કરે, જાણ્યા પછી તેનો બોધ સ્થિર કરવા માટે યત્ન કરે, અને સમ્યગ્બોધ કરીને શાસ્ત્રાનુસારે તે અનુષ્ઠાન કરવા માટે યત્નાતિશય કરે, તે સદનુષ્ઠાન પ્રત્યે આદરનો પરિણામ છે, જે સદનુષ્ઠાનનું પ્રથમ સ્વરૂપ છે. (૨) સર પ્રતિ :- સદનુષ્ઠાન કરવામાં પ્રીતિ એ સદનુષ્ઠાનનું સ્વરૂપ છે.
અનુષ્ઠાનને જાણવા માટે, જાણીને બોધને સ્થિર કરવા માટે, અને સ્થિર થયેલા બોધ અનુસાર કોઈ મહાત્મા અનુષ્ઠાનને સેવતા હોય ત્યારે સેવનકાળમાં, તે અનુષ્ઠાનમાં પ્રીતિ ઉલ્લસિત થતી હોય, જે સદનુષ્ઠાનનું સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org