________________
૮૩
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ મહાફળને જેમ શીધ્ર પ્રાપ્ત કરે છે, તેમ અસંમોહપૂર્વકના બોધથી કરાયેલું અનુષ્ઠાન શીધ્ર મોક્ષફળવાળું છે. જેમ કોઈ વ્યક્તિ તીર્થયાત્રાદિ અનુષ્ઠાન શાસ્ત્રવિધિ અનુસાર કઈ રીતે કરવું જોઈએ તેનો યથાર્થ બોધ કરીને, તે વિધિ પ્રમાણે પરિપૂર્ણ તે અનુષ્ઠાન કરતી હોય ત્યારે તે અનુષ્ઠાનમાં સંમોહ નથી, તેથી તે અનુષ્ઠાન કરતાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેના મોક્ષને અનુકૂળ ઉત્તમ ભાવોને ઉત્પન્ન કરીને શીધ્ર મોક્ષફળને પામે છે. જેમ સર્વ ગુણોથી યુક્ત ચિંતામણિ આદિ રત્નને પામીને સંસારી જીવો સર્વ પ્રકારની સમૃદ્ધિને શીધ્ર પ્રાપ્ત કરે છે, તેમ અસંમોહથી કરાયેલ અનુષ્ઠાનથી શીધ્ર મોક્ષફળ પ્રાપ્ત થાય છે.
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે : (૧) કોઈને સદનુષ્ઠાન કરતા જોઈને પોતાને તે અનુષ્ઠાન કરવાની બુદ્ધિ થાય, પરંતુ અનુષ્ઠાનથી સાધ્ય શું છે ? કઈ રીતે અનુષ્ઠાન કરવું જોઈએ ? તેવી કોઈ જિજ્ઞાસા વગર કોઈને જોઈને માત્ર અનુષ્ઠાન કરવાની બુદ્ધિ થાય, અને તે બુદ્ધિથી કરાતું અનુષ્ઠાન અનનુષ્ઠાન છે. (૨) કોઈને સદનુષ્ઠાન કરતા જોઈને તે અનુષ્ઠાનનું પ્રયોજન શું છે ? તે કઈ રીતે કરવું જોઈએ ? ઇત્યાદિ જિજ્ઞાસાપૂર્વક તેનો બોધ કરીને તે અનુષ્ઠાન કરવામાં આવે, આમ છતાં પૂર્ણ વિધિયુક્ત અનુષ્ઠાન ન હોય તે તહેતુ અનુષ્ઠાન છે. (૩) શાસ્ત્રવિધિથી સદનુષ્ઠાનનું સ્વરૂપ જાણવું, યથાર્થ શાસ્ત્રવિધિ જાણવી અને તે શાસ્ત્રવિધિ અનુસાર તે અનુષ્ઠાનનું સેવન કરવું, તે અસંમોહવાળું અનુષ્ઠાન છે, જે અમૃતઅનુષ્ઠાન છે. આથી આ ત્રણ અનુષ્ઠાનો બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ, એ ત્રણ પ્રકારના બોધથી થનારા અનુષ્ઠાનના ભેદો છે. રક્ષા અવતરણિકા :
શ્લોક-૨૩માં કહ્યું કે તેમના ત્યાગ અને ઉપાદેયના ગ્રહણથી થતો બોધ અસંમોહ છે. તેથી એ પ્રાપ્ત થયું કે સદનુષ્ઠાનવાળું જ્ઞાન અસંમોહ છે. તેથી જિજ્ઞાસા થાય કે સદનુષ્ઠાન કેવું છે ? માટે છ લક્ષણથી યુક્ત સદનુષ્ઠાનને બતાવે છે – શ્લોક :
आदरः करणे प्रीतिरविघ्न: सम्पदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ।।२४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org