________________
૮૨
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૩ (૧) જેમ રત્નના બોધ વિનાની કોઈક વ્યક્તિને ઘણા પથ્થરોની વચ્ચે પડેલ રત્ન કંઈક ચમકતું દેખાય ત્યારે તે વ્યક્તિ સુંદર એવા તે પથ્થરને ગ્રહણ કરે, ત્યારે તેને બહિર્ષાયાથી રત્નનો ઉપલંભ છે; પરંતુ તે રત્નને પ્રાપ્ત કરીને પણ તે વ્યક્તિ તેનો રમત રમવામાં ઉપયોગ કરે, અને જ્યાં ત્યાં જેમ તેમ રત્નને મૂકી દે તો તે વ્યક્તિ રત્નના ફળને પામતી નથી; તેમ ધર્મનું અનુષ્ઠાન પણ કોઈ બહિર્ષાયાથી, શાસ્ત્રવિધિથી નિરપેક્ષ, યથાતથા સેવે, તો રત્નના ઉપલંભથી જેમ તે વ્યક્તિ રત્નના ફળને પ્રાપ્ત કરતી નથી, તેમ સદઅનુષ્ઠાન સેવનાર વ્યક્તિ સદનુષ્ઠાનના ફળને લેશ પણ પ્રાપ્ત કરતી નથી. તેથી જેમ બહિર્ષાયાથી પ્રાપ્ત થયેલું રત્ન જીવને ઉપકારક નથી, તેમ બહિર્ષાયાથી કરાયેલું સદનુષ્ઠાન જીવના કલ્યાણનું કારણ નથી. તેથી પ્રથમ પ્રકારના બોધથી થયેલું અનુષ્ઠાન સંસારફળવાળું છે.
(૨) જેમ કોઈ વ્યક્તિને રત્નના ગુણ-દોષનું જ્ઞાન હોય, અને પૂર્ણ ગુણયુક્ત રત્ન કેવું મહાફળવાળું હોય અને દોષથી યુક્ત રત્ન કેવું અનર્થફળવાળું હોય, તેવું પણ જ્ઞાન હોય; અને તેને અનર્થને કરનારા દોષોથી રહિત અને યત્કિંચિત્ રત્નના ગુણોવાળું રત્ન પ્રાપ્ત થાય, પરંતુ સર્વ ગુણોથી યુક્ત એવું રત્ન પ્રાપ્ત ન થાય, તોપણ તે રત્ન રત્ન હોવાથી ધનાદિની પ્રાપ્તિમાં ઉપકારી છે. તેથી રત્નના જ્ઞાનપૂર્વક તે રત્નગ્રહણની પ્રવૃત્તિ કંઈક ઈષ્ટનું કારણ બને છે, પરંતુ રત્નના બોધ વિનાનાને રત્નના ઉપલંભની જેમ સર્વથા નિષ્ફળ નથી. તેમ કોઈ
વ્યક્તિ શાસ્ત્રવચનથી ધર્મઅનુષ્ઠાનનું મહત્ત્વ જાણે, શાસ્ત્રવચનથી તે ધર્મઅનુષ્ઠાનની વિધિ જાણે, તે વિધિપૂર્વક સેવાયેલું ધર્મઅનુષ્ઠાન કેવું મહાફળવાળું છે, તે જાણે, તેથી તેને વિધિથી કરાયેલું તે અનુષ્ઠાન પરમ કલ્યાણનું કારણ છે, તેવો બોધ છે, અને તે પ્રકારે કરવાનો અભિલાષ પણ છે, છતાં તેની પ્રવૃત્તિ પરિપૂર્ણ શાસ્ત્રવિધિ અનુસાર થતી નથી, તેઓની ધર્મની પ્રવૃત્તિ બીજા પ્રકારના બોધથી યુક્ત છે, તેથી મોક્ષનું કારણ બને છે. તેથી જેમ રત્નના જ્ઞાનવાળાને રત્નનું ગ્રહણ ધનપ્રાપ્તિનું કારણ બને છે, તેમ જ્ઞાનપૂર્વકનું અનુષ્ઠાન પરંપરાએ મોક્ષપ્રાપ્તિનું કારણ બને છે.
(૩) જેમ કોઈ વ્યક્તિને શ્રેષ્ઠ રત્નના સર્વ ગુણોનું યથાર્થ જ્ઞાન હોય, અને તે બોધ પ્રમાણે ચિંતામણિ આદિ શ્રેષ્ઠ રત્નને પ્રાપ્ત કરે ત્યારે તે રત્નના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org