________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૩ (૩) અસંમોહ:
હેયના ત્યાગ અને ઉપાદેયના ગ્રહણથી યુક્ત એવું જ્ઞાન તે ત્રીજા પ્રકારનો બોધ છે. આ ત્રીજા પ્રકારનો બોધ પૂર્ણ શાસ્ત્રવિધિથી સેવાતા સદનુષ્ઠાનકાળમાં વર્તતા જીવના અધ્યવસાયરૂપ છે, અને તે અધ્યવસાય શાસ્ત્રવિધિમાં સંમોહ વિના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે.
જેમ કોઈ તીર્થયાત્રાએ જતું હોય તેને જોઈને જિજ્ઞાસા થાય કે તીર્થયાત્રા શા માટે કરવી જોઈએ ? અને આ જિજ્ઞાસાની પૂર્તિ અર્થે તીર્થયાત્રાનું શાસ્ત્રવચનથી મહત્ત્વ જાણીને, તીર્થયાત્રાની વિધિને જાણીને, તે વિધિથી પરિપૂર્ણ તીર્થયાત્રાની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે, તીર્થયાત્રાના પ્રવૃત્તિકાળમાં જે જે પ્રવૃત્તિ હેય છે તેનો ત્યાગ કરે, અને જે જે પ્રવૃત્તિ ઉપાદેય છે તે તે પ્રવૃત્તિનું સેવન કરે, અને તે સમ્યત્યાગ અને સમ્યક સેવનથી યુક્ત એવો જે બોધનો પરિણામ તે અસંમોહ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે આ ત્રણ પ્રકારમાંથી કોઈ એકના બોધથી સદનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય છે, અને એક પ્રકારનું પણ સેવાયેલું અનુષ્ઠાન આ ત્રણ બોધના ભેદથી ફળભેદવાળું થાય છે. આથી જ ટીકામાં કહ્યું કે “આ ત્રણ પ્રકારનો બોધ, કરાતી ક્રિયાઓના ભેદનો સાધક છે, અને તેમાં “યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથની સાક્ષી આપી કહ્યું કે “સર્વ જીવોનાં સર્વ કર્મો અર્થાત્ સર્વ ઇષ્ટ કર્યો અને પૂર્તકર્મો, આ ત્રણના ભેદથી જુદા જુદા ફળવાળાં થાય છે.
તેથી એ પ્રાપ્ત થાય કે જે ધર્મનું અનુષ્ઠાન બુદ્ધિથી સેવાતું હોય તે સંસારફળવાળું છે, જ્ઞાનથી સેવાતું હોય તો પરંપરાએ મોક્ષફળવાળું છે અને અસંમોહથી સેવાતું હોય તો શીઘ્ર મોક્ષફળવાળું છે. અનુષ્ઠાનના ફળના ભેદના કારણભૂત ત્રણ પ્રકારના બોધમાં દષ્ટાંત - (૧) રત્નનો ઉપલંભ, (૨) રત્નનું જ્ઞાન, (૩) રત્નની પ્રાપ્તિ. (૧) રત્નના ઉપલંભસ્થાનીય બુદ્ધિ છે. (૨) રત્નના જ્ઞાનસ્થાનીય જ્ઞાન છે. (૩) રત્નની પ્રાપ્તિસ્થાનીય અસંમોહ છે. આ દૃષ્ટાંતનું દાર્દાન્તિક યોજન આ પ્રમાણે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org