________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૩
પરમાર્થનો બોધ જ્ઞાન છે. તેને કહે છે-જ્ઞાનના સ્વરૂપને યોગદૃષ્ટિસમુચ્ચય
ગ્રંથ શ્લોક-૧૨૧માં કહે છે
--
“વળી આગમપૂર્વકનું જ્ઞાન છે.” (યો. સ. શ્લોક-૧૨૧)
(૩) અસંમોહ :
હેયના ત્યાગથી અને ઉપાદેયના ઉપાદાનથી ઉપહિત=હેયના ત્યાગ અને ઉપાદેયના ગ્રહણથી યુક્ત એવું જ્ઞાન અસંમોહ છે.
જે કારણથી કહે છે=જે કારણથી ‘યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક૧૨૧માં કહે છે
ge
“અને સદનુષ્ઠાનવાળું આ=જ્ઞાન, અસંમોહ કહેવાય છે.”
આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સ્વસ્વ છે પૂર્વમાં જેને=બુદ્ધિ આદિ ત્રણ ભેદોમાંથી કોઈક એક ભેદ છે પૂર્વમાં જેને, એવાં કર્મોના= અનુષ્ઠાનના, ભેદનો સાધક ત્રણ પ્રકારનો બોધ ઇચ્છાય છે; કેમ કે “તેના ભેદથી=ત્રણ પ્રકારના બોધના ભેદથી, સર્વ દેહીઓનાં=સર્વ જીવોનાં, સર્વ કર્મો=ઇષ્ટ અને પૂર્વકર્મો, જુદાં પડે છે” એ પ્રકારનું વચન છે=‘યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક-૧૨૦ના ઉત્તરાર્ધનું વચન છે.
આ ત્રણ પ્રકારના બોધમાં દૃષ્ટાંત આપે છે.
રત્નોપતમ્મતજ્ઞાનતવવાતીનાં=રત્નનો ઉપલંભ=કેવળ બહિર્છાયાથી રત્નની પ્રાપ્તિ, તેનું જ્ઞાન=રત્નનું જ્ઞાન, તદવાપ્તિ=રત્નની પ્રાપ્તિ=રત્નની પારમાર્થિક પ્રાપ્તિ, એ ત્રણના દૃષ્ટાંતથી બોધના ત્રણ ભેદ ઇચ્છાય છે. જે પ્રમાણે ઉપલંભ આદિના ભેદથી રત્નગ્રહણનો ભેદ છે, તે પ્રમાણે પ્રકૃતમાં પણ= સદનુષ્ઠાનમાં પણ, બુદ્ધિ આદિના ભેદથી અનુષ્ઠાનનો ભેદ છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ।।૨૩।।
Jain Education International
ભાવાર્થ:
બોધના પ્રકાર : (૧) બુદ્ધિ, (૨) જ્ઞાન અને (૩) અસંમોહ :
બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ એ ત્રણ પ્રકારના બોધથી સદનુષ્ઠાન વિષયક પ્રવૃત્તિ થાય છે, અને આ બોધ તીર્થયાત્રાદિ સદનુષ્ઠાનના ક્રિયાકાળમાં વર્તતા જીવના અધ્યવસાયરૂપ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org