________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૨-૨૩
૭૭
આ સદનુષ્ઠાનરૂપ ઇષ્ટકર્મ અને પૂર્તકર્મ પણ બુદ્ધિ આદિના ભેદથી ચિત્ર ફળને આપે છે. તેથી બુદ્ધિથી કરાયેલું તે અનુષ્ઠાન સંસારફળવાળું છે, અને જ્ઞાન અને અસંમોહથી કરાયેલું તે અનુષ્ઠાન મોક્ષફળવાળું છે, તેમ ‘યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ'માં કહેલ છે.
અહીં પ્રશ્ન થાય કે એક જ અનુષ્ઠાન ભિન્ન-ભિન્ન એવા દેવલોકની પ્રાપ્તિનું કારણ કઈ રીતે બની શકે ? તેથી કહે છે
જુદા જુદા નગરોની પ્રાપ્તિના ઉપાયો જુદા જુદા માર્ગો જ છે, તેમ જુદા જુદા દેવસ્થાનની પ્રાપ્તિનો ઉપાય ઇષ્ટાપૂર્વકર્મરૂપ અનુષ્ઠાનવર્તી જુદી જુદી અભિસંધિ અને જુદી જુદી બુદ્ધિ છે; અને એક માર્ગથી ક્યારેય જુદા જુદા નગરોની પ્રાપ્તિ થતી નથી, તેમ એક અભિસંધિ આદિથી કરાયેલા અનુષ્ઠાનથી ક્યારેય જુદા જુદા દેવલોકની પ્રાપ્તિ થતી નથી.
તેથી એ પ્રાપ્ત થાય કે જુદા જુદા નગર પ્રત્યે જવાના માર્ગ જેમ જુદા જુદા છે, તેમ જુદા જુદા સંસારી દેવસ્થાનની પ્રાપ્તિના ઉપાય પણ અનુષ્ઠાનકાળમાં વર્તતી જુદી જુદી અભિસંધિ અને જુદી જુદી બુદ્ધિ છે, અને મોક્ષપ્રાપ્તિનો ઉપાય સદઅનુષ્ઠાનકાળમાં વર્તતો જ્ઞાનપૂર્વકનો અધ્યવસાય કે અસંમોહપૂર્વકનો અધ્યવસાય કથંચિત્ ભિન્ન છે તોપણ સંસારભાવથી અતીત એવા શમપરિણામરૂપે સમાન છે.
||
અવતરણિકા :
પૂર્વશ્લોક-૨૨માં કહ્યું કે લોકમાં ઇષ્ટાપૂર્ત કર્યો જુદી જુદી અભિસંધિથી જુદું જુદું ફ્ળ આપે છે, તેમ સદનુષ્ઠાનરૂપ ઇષ્ટાપૂર્ત કર્યો પણ બુદ્ધિ આદિના ભેદથી જુદું જુદું ફળ આપે છે. તેથી હવે સદનુષ્ઠાનકાળમાં વર્તતા અધ્યવસાયરૂપ બુદ્ધિ આદિના ભેદનું સ્વરૂપ બતાવે છે
શ્લોક ઃ
बुद्धिर्ज्ञानमसंमोहस्त्रिविधो बोध इष्यते । रत्नोपलम्भतज्ज्ञानतदवाप्तिनिदर्शनात् ।। २३ ।।
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org