________________
છપ
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિશિકા/બ્લોક-૨૨
અહીં પ્રશ્ન થાય કે લોકમાં સમાન પ્રકારનાં ઇષ્ટાપૂર્ત કર્મો જુદી જુદી અભિસંધિથી અને બુદ્ધિ આદિના ભેદથી ભિન્ન ભિન્ન ફળો કઈ રીતે આપે છે ? તેથી
કહે છે
વિભિન્ન નગરોના પ્રાપ્તિના ઉપાયોની જેમ વિભિન્ન સંસારી દેવસ્થાનોની પ્રાપ્તિના ઉપાયરૂપ અનુષ્ઠાનનું અભિસંધિ આદિના ભેદથી વિચિત્રપણું હોવાથી, એકસરખાં પણ ઈષ્ટાપૂર્ત કર્મો જુદાં જુદાં ફળને આપે છે અર્થાત્ જુદા જુદા સંસારી દેવસ્થાનની પ્રાપ્તિનું કારણ બને છે.
તે કહેવાયું છે=શ્લોકમાં જે કહ્યું તે યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક૧૧૩-૧૧૪માં કહેવાયું છે –
જે કારણથી પ્રતિશાસન—દરેક બ્રહ્માંડને આશ્રયીને, અનેક પ્રકારની સ્થિતિ, ઐશ્વર્ય, પ્રભાવ આદિ વડે સંસારી દેવોનાં=લોકપાલાદિ દેવોનાં સ્થાનો અનેક પ્રકારનાં છે, તે કારણથી તત્સTધનોપાય:=સંસારી દેવોનાં સ્થાનની સિદ્ધિનો ઉપાય, નિયમથી ચિત્ર જ છે. ક્યારેય ભિન્ન નગરોનો માર્ગ એક ન હોય.” (યો. સ. શ્લોક-૧૧૩૧૧૪) ૨૨ા.
“માઁધ્યાટિમેન' - અહીં માત્ર થી બુદ્ધિ, જ્ઞાન, અસંમોહ એ ત્રણ ભેદમાંથી માત્ર બુદ્ધિનું ગ્રહણ કરવું. ભાવાર્થ :ઇષ્ટક અને પૂર્તકર્મોનું સ્વરૂપ અને ફળ :ઇષ્ટાપૂર્ત કર્મો :- લોકમાં ઇષ્ટ કર્મો અને પૂર્તકર્મો પ્રસિદ્ધ છે. ઇષ્ટકર્મો :- બ્રાહ્મણોની સમક્ષ વેદિકાની અંદર જે દાન અપાય છે, તે ઇષ્ટ એવા સ્વર્ગાદિની પ્રાપ્તિનું કારણ છે. તેને ઇષ્ટ કર્મ કહેવાય છે.
પૂર્તકર્મો - અનેક જીવોના ઉપકારનું કારણ બને તેવાં દાનશાળાદિ કૃત્યો પૂર્તકર્મો કહેવાય છે.
લોકમાં પ્રસિદ્ધ એવાં ઇષ્ટકર્મો અને પૂર્તકર્મો જુદી જુદી અભિસંધિથી= અધ્યવસાયથી, જુદા જુદા સંસારી દેવસ્થાનની-દેવલોકની પ્રાપ્તિનું કારણ છે. તેથી સમાન પણ ઇષ્ટકર્મ કે પૂર્તકર્મ કરનારા જીવો પોતાના અધ્યવસાયના ભેદથી તે ઇષ્ટકર્મ અને પૂર્તકર્મના ફળરૂપે જુદા જુદા દેવસ્થાનને પ્રાપ્ત કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org