________________
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/બ્લોક-૨૧-૨૨
૭૩ દ્વેષ ઉત્પન્ન કરાવે તેવા પ્રકારના મોહથી યુક્તપણું છે. તેથી તે ભક્તિ પરમાર્થથી સાંસારિક દેવોના વિષયમાં છે. માટે તે ભક્તિ ચિત્ર છે.
પરંતુ જેઓને સંસારથી અતીત તત્ત્વમાં ભક્તિ છે, તેઓ સંસારથી અતીત તત્ત્વની પ્રાપ્તિ અર્થે યોગમાર્ગનું સેવન કરે છે, અને યોગમાર્ગના સેવન દ્વારા રાગાદિના ઉચ્છેદમાં યત્ન કરે છે, અને તે યોગમાર્ગના સેવનકાળમાં ઉપાસ્યરૂપે કોઈક વીર ભગવાનને સ્વીકારે છે, તો કોઈક ‘તથાતાને સ્વીકારે છે, તો વળી અન્ય કોઈ સદાશિવને સ્વીકારે છે; આમ છતાં તેઓ સદાશિવ, તથાતા આદિ શબ્દો દ્વારા રાગાદિથી પર એવા પૂર્ણ પુરુષને ઉદ્દેશીને પોતાના રાગાદિના ઉચ્છેદમાં યત્ન થાય તે રીતે યોગમાર્ગનું સેવન કરે છે, તેથી તેઓની, શમપરિણામ છે પ્રધાન જેમાં એવી તથાતા' આદિ શબ્દથી વાચ્ય એવા પૂર્ણ પુરુષની ભક્તિ છે. તેથી તે સર્વ ભક્તિ મોક્ષમાર્ગનું કારણ છે, ફક્ત ઉપાસ્યરૂપે નામભેદનો આશ્રય છે; કેમ કે આવા જીવોની ભક્તિમાં સ્વદર્શનનો રાગ અને અન્ય દર્શનનો દ્વેષ ઉત્પન્ન કરાવે તેવો સંમોહ નથી; પરંતુ સંસારથી અતીત તત્ત્વના ઉપાયભૂત એવા યોગમાર્ગ પ્રત્યેનો રાગ છે, અને તે રાગથી પ્રેરાઈને પોતપોતાને અભિમત એવા ઉપાસ્યની ભક્તિ કરીને યોગમાર્ગનું સેવન કરે છે. માટે તે સર્વની ભક્તિ ચિત્ર નથી, પરંતુ અચિત્ર છે=એક પ્રકારની છે. ર૧પ અવતરણિકા –
પૂર્વશ્લોક-૨૧માં કહ્યું કે સ્વઅભીષ્ટ દેવતાના રાગ અને અભીષ્ટ દેવતાના દ્વેષથી સંગત એવી ચિત્ર પ્રકારની ભક્તિ સાંસારિક દેવોમાં છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે જે જીવો સ્વઅભીષ્ટ એવા વીર ભગવાન પ્રત્યે અવિચારક રાગ ધારણ કરે છે અથવા સ્વઅભિલપિતથી અન્ય દેવો પ્રત્યે દ્વેષ ધારણ કરે છે, તેઓની ભક્તિ વીરભગવાનમાં છે, સંસારી દેવામાં નથી. તેથી તેઓ સાંસારિક દેવકામગામી છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
બ્લોક :
इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसन्धितः । फलं चित्रं प्रयच्छन्ति तथा बुद्धयादिभेदतः ।।२२।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org