________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૦-૨૧
૭૧ તત્ત્વમાં છે; અને તેવા યોગીઓ અરિહંતને, બુદ્ધને કે સદાશિવને ઉપાસ્યરૂપે સ્વીકારીને ઉપાસના કરતા હોય, તોપણ મોક્ષતત્ત્વને અભિમુખ એવા યોગમાર્ગમાં રાગને ધારણ કરે છે, પરંતુ સંસારમાર્ગમાં રાગને ધારણ કરતા નથી; અને આવા યોગીઓ કદાચ દેવભવમાં જાય તોપણ તેઓની ભક્તિ દેવભવની પ્રાપ્તિરૂપ ફળમાત્રમાં વિશ્રાંત થતી નથી, પરંતુ મોક્ષમાર્ગમાં વિશ્રાંત થાય છે; અને આ ભવમાં મોક્ષમાર્ગની સાધના પૂર્ણ ન થઈ, તેથી કદાચ દેવભવમાં જાય, તોપણ ફરી તે તે ભવમાં યોગમાર્ગનું સેવન કરીને અંતે મોક્ષરૂપ ફળને પામે છે. તેથી સંસારથી અતીત અવસ્થામાં જનારાઓની ભક્તિ સંસારથી અતીત તત્ત્વમાં છે, અને તે સર્વના ઉપાસ્ય મુક્તાદિ નામભેદથી જુદા હોય તોપણ પરમાર્થથી એક ઉપાસ્ય છે, એમ પૂર્વશ્લોક સાથે સંબંધ છે. ૨૦II અવતરણિકા:
પૂર્વશ્લોક-૨૦માં બતાવ્યું કે સંસારીદેવની કાયામાં જનારાઓની સાંસારિક દેવોમાં ભક્તિ છે, અને સંસારથી અતીત અવસ્થામાં જનારાઓની સંસારથી અતીતતત્વમાં ભક્તિ છે. તેથી હવે સાંસારિક કાયમાં જનારાઓની ભક્તિ અને સંસારથી અતીત અવસ્થામાં જનારાઓની ભક્તિ કેવી છે ? તે સ્પષ્ટ કરવા કહે છે – શ્લોક :चित्रा चायेषु तद्रागतदन्यद्वेषसंगता ।
अचित्रा चरमे त्वेषा शमसाराखिलैव हि ।।२१।। અન્વયાર્થ :
ઘ=અને સાથે=આધમાં=સંસારી દેવોમાં તાતચષસતા તાગ અને તદવ્ય દ્વેષથી સંગત એવી ચિત્ર=ચિત્ર ભક્તિ છે. વર તુ વળી ચરમમાં સંસારથી અતીત તત્વમાં મિસીરવિનૈવ દિવિત્ર શમસાર અખિલ જ એક આકારવાળી એવી ઉષા આeભક્તિ છે. ૨૧TI શ્લોકાર્ય :અને તાગ અને તઅન્યદ્વેષથી સંગત એવી ચિત્ર, આધમાં સંસારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org