________________
૭૦
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાત્રિશિકા/શ્લોક-૨૦ શ્લોકાર્ય :
તત્કામગામીઓની અર્થાત્ સંસારી દેવકામગામીઓની, લોકપાલાદિ સંસારી દેવોમાં ભક્તિ છે, વળી સંસારથી અતીતમાર્ગમાં જનારા યોગીઓની સંસારથી અતીત તત્ત્વમાં ભક્તિ છે. IlRoll ટીકા :
संसारिष्वति-संसारिषु हि देवेषु लोकपालादिषु, भक्ति: सेवा, तत्कायगामिनां संसारिदेवकायगामिनां, तदतीते पुन: संसारातीते तु, तत्त्वे तदतीतार्थयायिनां संसारातीतमार्गगामिनां योगिनां भक्तिः ।।२०।। ટીકાર્ચ -
સંસારિપુ ... માતત્કામગામીઓની=સંસારી દેવકામગામીઓની, લોકપાલાદિ સંસારીદેવોમાં ભક્તિ-સેવા છે. વળી તદ્અતીતઅર્થમાં જલારાઓની=સંસારથી અતીતમાર્ગમાં જવારા યોગીઓની ભક્તિ તેનાથી અતીતમાં=સંસારથી અતીત તત્વમાં છે. રા
ભાવાર્થ :
સંસારના પરિભ્રમણને અનુકૂળ કરાતી સર્વજ્ઞની ભક્તિ પણ અર્થથી સંસારી દેવોની ભક્તિ -
“જેને જેના પ્રત્યે ભક્તિ હોય તે તેની સાથે તન્મય થઈને અંતે તે અવસ્થાને પામે છે' આ પ્રકારનો ન્યાય છે. તેથી જે ઉપાસકો અરિહંતની, બુદ્ધની કે સદાશિવની ઉપાસના કરતા હોય, પરંતુ તેમની ઉપાસનાના ફળરૂપે સંસારી દેવભવમાત્રની પ્રાપ્તિ થાય તેવી તેમની ઉપાસના હોય, તો તેઓની અરિહંતાદિમાં કરાયેલી ભક્તિ પણ પરમાર્થથી લોકપાલાદિ દેવોની છે, સર્વજ્ઞની ભક્તિ નથી; કેમ કે સ્વદર્શનના રાગ અને પરદર્શનના દ્વેષથી કરાયેલી તેમની ચિત્રભક્તિ છે. તે તત્ત્વમાર્ગને લેશ પણ સ્પર્શતી નથી, માત્ર બાહ્ય ત્યાગાદિ કરીને તેઓ લોકપાલાદિ દેવભવમાં જાય છે, અને અંતે સંસારમાં પરિભ્રમણ કરે છે.
સંસારથી અતીત અવસ્થા મોક્ષ છે, અને તે અવસ્થાની પ્રાપ્તિના ઉપાયરૂપ માર્ગમાં જનારા જે યોગીઓ છે, તે યોગીઓની ભક્તિ સંસારથી અતીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org