________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૬
અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન કરનારા યોગીઓ આ ભવમાં યોગની સમાપ્તિ સુધીના અનુષ્ઠાનને સેવી શકે તો આ ભવમાં જ મોક્ષમાં જાય છે, અને તે અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન કરતા હોવા છતાં યોગની સમાપ્તિ સુધીના અનુષ્ઠાનને આ ભવમાં સેવી ન શકે તો દેવાદિભવની પ્રાપ્તિ પણ કરે, અને ઉત્તરોત્તર અધિક-અધિક અનુષ્ઠાન સેવવાની શક્તિપૂર્વકના મનુષ્યભવને પામીને, ફરી અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન કરીને, મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી અસંમોહપૂર્વકનું અનુષ્ઠાન સેવનારા યોગીઓનું કેટલાક ભવોનું વ્યવધાન પણ સંભવે; અને જ્ઞાનપૂર્વકના અનુષ્ઠાનને સેવનારા યોગીઓ તે અનુષ્ઠાનકાળમાં અભ્યુદયને અનુકૂળ કર્મો બાંધતા હોય છે, તેથી તે અનુષ્ઠાન વ્યવધાનથી મોક્ષફળવાળું છે; છતાં પાછળથી શક્તિનો પ્રકર્ષ થાય તો તે ભવમાં પણ મોક્ષમાં જઈ શકે, અને શક્તિનો પ્રકર્ષ ન થાય તો અધિક ભવોનું વ્યવધાન પણ થાય છે, પરંતુ અસંમોહપૂર્વકના અનુષ્ઠાનની જેમ શીઘ્ર મોક્ષફળની પ્રાપ્તિ થતી નથી. ઉત્થાન :
૯૪
ત્રણ પ્રકારના બોધથી થતાં અનુષ્ઠાનોના ફળનું નિરૂપણ શ્લોકના પૂર્વાર્ધથી પૂર્ણ થયું. હવે જૈનદર્શનમાં રહેલા યોગીઓ અને અન્યદર્શનમાં રહેલા યોગીઓ તરતમતાની ભૂમિકાવાળી યોગમાર્ગની સાધના કરતા હોય, છતાં એક મોક્ષમાર્ગમાં છે, તે બતાવવા અર્થે કહે છે
—
ટીકા ઃ
भेदेऽपि गुणस्थानपरिणतितारतम्येऽपि तेषां योगिनामेकोऽध्वा = एक एव मार्गः, जलधौ= समुद्रे तीरमार्गवत् दूरासन्नादिभेदेऽपि तत्त्वतस्तदैक्यात्, प्राप्यस्य मोक्षस्य सदाशिवपरब्रह्मसिद्धात्मतथातादिशब्दैर्वाच्यस्य शाश्वतशिवयोगातिशयितसद्भावालम्बनबृंहत्त्वबृंहकत्वनिष्ठितार्थत्वाकालतथाभावाद्यर्थाभेदेनैकत्वात्तन्मार्गस्यापि तथात्वात् । तदुक्तं -
" एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ।। संसारातीततत्त्वं तु परं निर्वाणसंज्ञितम् । तद्भयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org