________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૬
૯૭ કર્યું કે ઇષ્ટાપૂર્ત કર્મો જેમ ચિત્ર અભિસંધિથી ભિન્નભિન્ન ફળો આપે છે, તેમ બુદ્ધિ આદિના ભેદથી પણ ભિન્નભિન્ન ફળો આપે છે. ત્યારપછી બુદ્ધિ આદિના ભેદથી અનુષ્ઠાન જુદું ફળ કઈ રીતે આપે છે, તે બતાવી તેનું સમર્થન કર્યું. હવે સર્વદર્શનોના ઉપાસકોની અચિત્ર ભક્તિ કઈ રીતે સંગત થાય ? અર્થાત્ સંગત થાય નહીં, કેમ કે સર્વદર્શનકારો જુદા જુદા ઉપાસ્યને માને છે, અને સર્વદર્શનકારોના આચારો પણ અત્યંત જુદા જુદા પ્રકારના છે. તેથી સર્વદર્શનકારો એક યોગમાર્ગને સેવે છે, તેમ કહી શકાય નહીં, એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે -
અન્ય દર્શનકારોને સ્કૂલબોધ છે, અને યોગમાર્ગના સ્થૂલ આચારોનું સેવન છે. તેથી ગુણસ્થાનકની પરિણતિની અપેક્ષાએ મોક્ષમાર્ગમાં હોવા છતાં દૂરવર્તી છે, જ્યારે જૈનદર્શનના તત્ત્વને પામેલા અને યોગમાર્ગને સેવનારા યોગીઓ ગુણસ્થાનકની પરિણતિથી અન્ય દર્શનના યોગીઓ કરતાં ઉપરની ભૂમિકામાં છે. તેથી અન્યદર્શનના યોગીઓ અને જૈનદર્શનના પરમાર્થને જાણનારા યોગીઓમાં ગુણસ્થાનકની પરિણતિની અપેક્ષાએ તરતમતા હોવા છતાં પણ અન્યદર્શનના યોગીઓ અને જૈનદર્શનના યોગીઓ એક મોક્ષમાર્ગને સેવનારા છે.
આ વાતના સમર્થનમાં દૃષ્ટાંત આપે છે -- જેમ સમુદ્રમાં તીરથી કિનારાથી, ઘણા દૂર રહેલા જીવો, અને તીરથી બહુ દૂર નહીં રહેલા જીવો, તે સર્વનો તીર તરફનો માર્ગ એક છે, ફક્ત તીર તરફના માર્ગમાં તે સર્વ કોઈક તીરથી દૂર રહેલા છે, તો કોઈક તીરથી નજીક રહેલાં છે. તેમ મોક્ષમાર્ગમાં પણ કેટલાક યોગીઓ દૂરની ભૂમિકામાં છે, તો કેટલાક યોગીઓ નજીકની ભૂમિકામાં છે, તોપણ તે સર્વનો મોક્ષમાર્ગ એક છે; કેમ કે સ્કૂલબોધવાના યોગીઓ પણ સ્થૂલથી યોગમાર્ગનું સેવન કરીને રાગાદિના પ્રતિપક્ષભાવોને પ્રગટ કરે છે, અને તત્ત્વને જાણનારા યોગીઓ પણ ઉત્તમ આચારોને પાળીને સ્વભૂમિકાથી ઉપરની ભૂમિકામાં જવા માટે રાગાદિના પ્રતિપક્ષનું ભાવન કરે છે. તેથી અન્યદર્શનવાળા યોગીઓ જે કંઈ યોગમાર્ગનું સેવન કરે છે તે યોગમાર્ગનું સેવન મોક્ષમાર્ગને અભિમુખ એવા યોગમાર્ગના સેવનરૂપ છે, અને તત્ત્વને પામેલા જૈનદર્શનના યોગીઓ જે યોગમાર્ગનું સેવન કરે છે, તે યોગમાર્ગનું સેવન મોક્ષમાર્ગના સેવનરૂપ છે, એટલો ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org