________________
૭૬
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૨ તેનું કારણ તેમનો ઇષ્ટકર્મ અને પૂર્તકર્મમાં વર્તતો મૃદુ, મધ્ય કે અધિમાત્રારૂપ રાગાદિનો પરિણામ છે; અને આ રાગાદિનો પરિણામ તે તે સંસારી દેવસ્થાનની પ્રાપ્તિનું કારણ બને તેવા વિચિત્ર પ્રકારનો અધ્યવસાય છે. તેથી સમાન પણ કૃત્યથી અભિસંધિના ભેદથી ભિન્ન ભિન્ન ફળ પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે બુદ્ધિ આદિના ભેદથી ઇષ્ટકર્મ કે પૂર્તકર્મરૂપ સદનુષ્ઠાન પણ ચિત્ર પ્રકારના ફળનું કારણ બને છે.
તેથી એ પ્રાપ્ત થાય કે આગળમાં કહેવાશે એ બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહરૂપ ત્રણ પ્રકારના બોધના ભેદથી સેવાતાં સદનુષ્ઠાનો પણ જુદા ફળને આપે છે. તેથી કોઈ જીવ વીર ભગવાનની ઉપાસના કરતા હોય, પરંતુ બુદ્ધિપૂર્વક તે ભગવાનની ઉપાસના કરતા હોય તો તે ભગવાનની ઉપાસના સંસારફળવાળી છે, અને જ્ઞાનપૂર્વકની કે અસંમોહપૂર્વકની ઉપાસના કરતા હોય તો તે ઉપાસના મોક્ષફળવાળી છે.
આનાથી એ ફલિત થાય કે વીર ભગવાનની ઉપાસના કરનારા માત્ર બુદ્ધિપૂર્વક ઉપાસના કરતા હોય અર્થાત્ તત્ત્વાતત્ત્વનો વિચાર કર્યા વગર કોઈકને જોઈને વીર ભગવાનની પૂજા કરવાની બુદ્ધિ થવાથી ઉપાસના કરતા હોય; તો તે બુદ્ધિથી કરાયેલી ઉપાસના સાંસારિક દેવગતિનું કારણ છે, મોક્ષનું કારણ નથી. માટે તે વીર ભગવાનની ઉપાસના કરનારા જીવો તે ઉપાસનાથી સંસારકાયગામી ; અને શ્લોક-૨૦માં કહ્યું તે પ્રમાણે સંસારકામગામીઓની સાંસારિક દેવોમાં ભક્તિ હોય છે. તેથી અર્થથી તે વીર ભગવાનની ઉપાસના પણ સાંસારિક એવા લોકપાલાદિની ઉપાસના છે. સદનુષ્ઠાનમાં ઇષ્ટાપૂર્તકર્મરૂપતા:
લોકમાં જેમ ઇષ્ટકર્મ અને પૂર્તકર્મ છે, તેમ આત્મકલ્યાણ અર્થે કરાતા સદનુષ્ઠાનો પણ ઇષ્ટકર્મ અને પૂર્તકર્મરૂપ છે.
ઇષ્ટકર્મ :- જે ઇષ્ટ એવા મોક્ષની પ્રાપ્તિનું કારણ હોય તેવાં સામાયિકાદિ અનુષ્ઠાન કે પૂજાદિ અનુષ્ઠાન ઇષ્ટકર્મ છે.
પૂર્તકર્મ - જે અનુષ્ઠાનથી અનેક જીવોને બીજાધાન થાય તેવાં દાનશાળાદિ ત્યો પૂર્તકર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org