________________
૬૨
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭-૧૮
તે કારણથી=છદ્મસ્થ વિશેષથી સર્વજ્ઞને જાણતા નથી તે કારણથી, ય વ હિ=જે જ સામાન્યથી પણ ન=આને=સર્વજ્ઞને, નિર્વ્યાજથી સ્વીકારે છે, તે અંશથી જ=સામાન્યથી સર્વજ્ઞના સ્વીકારના અંશથી જ, બુદ્ધિમાનોને આ=સર્વજ્ઞના સ્વીકારનાર, તુલ્ય જ છે=સમાન જ છે અર્થાત્ બુદ્ધ, કપિલ કે વીર ભગવાનને સર્વજ્ઞ સ્વીકારનાર સામાન્ય અંશથી એક સર્વજ્ઞને સ્વીકારનાર છે. (યો.દ.સ. શ્લોક-૧૦૬) ૧૭।ા
ભાવાર્થ:
સર્વજ્ઞના સ્વીકાર અંશને આશ્રયીને સર્વદર્શનના યોગીઓ એક જિનના ઉપાસક ઃ
કોઈપણ દર્શનમાં રહેલા યોગમાર્ગના પક્ષપાતી યોગીઓ તે તે દર્શનમાં રહેલા યોગમાર્ગને સેવતા હોય, અને પોતાના દર્શનના પ્રણેતા તરીકે કપિલ કે બુદ્ધને સ્વીકારતા હોય, અને તેઓ સર્વજ્ઞ છે તેમ માનતા હોય, છતાં તેઓની બુદ્ધિ સ્વદર્શનના રાગ અને પરદર્શનના દ્વેષથી રહિત હોય, અને સર્વજ્ઞના વચનાનુસાર નવિશેષથી કહેવાયેલ સ્વદર્શનમાં રહેલ યોગમાર્ગ પ્રત્યે પક્ષપાત વર્તતો હોય, તો સર્વજ્ઞની પ્રતિપત્તિના અંશને આશ્રયીને તુલ્ય જ છે–સામાન્ય અંશથી એક સર્વજ્ઞના ઉપાસક છે; કેમ કે ઔચિત્યપૂર્વક સર્વજ્ઞએ કહેલા આચારના પાલનમાં પરાયણ છે. આથી તે તે દર્શનમાં રહેલી જે જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ છે, તેનું પાલન કરીને તેઓ પરમાર્થથી જિનના ઉપાસક છે. II૧૭ના અવતરણિકા :
अवान्तरभेदस्तु सामान्याविरोधीत्याह -
અવતરણિકાર્ય :
વળી અવાંતર ભેદ=સર્વજ્ઞની પ્રતિપત્તિ અંશમાં દૂર-આસન્નાદિ ભેદરૂપ અવાંતર ભેદ, સામાન્યનો અવિરોધી છે=દૂર-આસન્નાદિ ભેદમાં રહેલા સર્વ યોગીઓ સામાન્યથી એક સર્વજ્ઞના ઉપાસક છે એમ સ્વીકારવામાં અવિરોધ છે. એને કહે છે
ભાવાર્થ :
પૂર્વશ્લોક-૧૭માં કહ્યું કે સર્વ દર્શનોમાં રહેલા યોગીઓ સર્વજ્ઞની પ્રતિપત્તિના અંશને આશ્રયીને તુલ્ય છે, એમ ભાવન કરવું જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org