________________
૬૬
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૮-૧૯ યોગીઓ વીતરાગતા તરફ જાય છે, તેમ અન્ય દર્શનના યોગીઓ પણ પૂર્ણા પુરુષની ઉપાસના કરીને વીતરાગતા તરફ જાય છે. તેથી જેમ એક રાજાના અનેક સેવકો હોય, તેમાં કોઈ મંત્રી સ્થાને હોય કે કોઈક કોટવાળ સ્થાને હોય; અને મંત્રીસ્થાને રહેલ રાજાનો નજીકનો સેવક કહેવાય, અને કોટવાળ રાજાનો દૂરવર્તી સેવક કહેવાય, તોપણ કોટવાળ કે મંત્રી આદિ સર્વ એક રાજાના સેવક છે; તેમ મોક્ષમાર્ગના અર્થી, યોગમાર્ગ પ્રત્યેના પક્ષપાતવાળા, સર્વ દર્શનમાં રહેલા યોગીઓ એક સર્વજ્ઞના ઉપાસક છે. તેમાં કોઈ ઋષભદેવ ભગવાનની ઉપાસના કરતા હોય, તો કોઈ વીર ભગવાનની ઉપાસના કરતા હોય, તોપણ ઉપાસ્યમાં ભેદ નથી, નામમાત્રનો ભેદ છે. તેમ સર્વ દર્શનોના ઉપાસ્યોમાં ભેદ નથી, નામમાત્રનો ભેદ છે.
અહીં વિશેષ એ છે કે તે તે દર્શનના ઉપાસ્યના નામનો ભેદ છે, તેમ તે તે દર્શનના ઉપાસ્યની પ્રતિમાના આકારનો પણ ભેદ છે, તોપણ ઉપાયના સ્વરૂપનો ભેદ નથી. તેથી સર્વ દર્શનવાળા યોગીઓના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે.
જૈનદર્શનમાં રહેલા યોગીઓ તત્ત્વના જાણનારા હોય તો સમ્યત્વને પામેલા હોવાથી સર્વજ્ઞના વિશેષ પ્રકારના ઉપાસક છે, અને તેના કરતાં પણ દેશવિરતિવાળા, સર્વવિરતિવાળા અને અસંગઅનુષ્ઠાનવાળા વિશેષતર વિશેષતમ ઉપાસકો છે; છતાં જૈનદર્શનમાં રહેલા સર્વ યોગીઓ એક સર્વજ્ઞની ઉપાસના કરે છે, તેમ અન્ય દર્શનમાં રહેલા પણ પોતાની અપુનબંધકદશારૂપ ભૂમિકાને ઉચિત છે તે દર્શનમાં રહેલા આચારોને સેવીને જૈનદર્શનના ઉપાસ્ય એવા સર્વજ્ઞની ઉપાસના કરે છે; કેમ કે સર્વના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે. ll૧૮ના શ્લોક :
देवेषु योगशास्त्रेषु चित्राचित्रविभागतः ।
भक्तिवर्णनमप्येवं युज्यते तदभेदतः ।।१९।। અન્વયાર્થ:
વમ્ તમે ત =પૂર્વશ્લોક-૧૮માં બતાવ્યું એ રીતે નામાદિનો ભેદ હોવા છતાં પણ ઉપાસ્ય સર્વજ્ઞનો અભેદ હોવાને કારણે યોગશાસ્ત્ર શૈવદર્શનમાં યોગશાસ્ત્રોમાં વેણુ દેવોવિષયક-લોકપાલાદિ અને મુક્તાદિ દેવો વિષયક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org