________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૮
ઉપ જે પ્રમાણે જ એક રાજાના ઘણા પણ સમાશ્રિત છે, તે સર્વ જ દૂર-આસન્નાદિ ભેદમાં પણ તેના=તે રાજાના, સેવકો છે.” (યો.દ.સ. શ્લોક-૧૦૭) “તે પ્રમાણે સર્વજ્ઞતત્વનો અભેદ હોવાને કારણે ભિન્ન આચારમાં રહેલા પણ સર્વ સર્વજ્ઞવાદીઓ તત્તત્ત્વ : સર્વજ્ઞતત્ત્વ તરફ જનારા જાણવા.” (યો.દ.સ. શ્લોક-૧૦૮)
તે પ્રકારે= તથાતા' ‘શિવ' ‘રિહંત' આદિ પ્રકારે, નામાદિનો ભેદ હોવા છતાં પણ તએ, તત્ત્વથી સર્વજ્ઞ મહાત્માઓનો ભેદ જ નથી એ, મહાત્માઓ વડે ભાવન કરવું જોઈએ.” (યો. સ. શ્લોક-૧૦૯) ૧૮ ભાવાર્થ - સર્વદર્શનમાં વર્તતા યોગીઓ દૂર-આસન્નાદિ ભેદથી એકજિનના ઉપાસક –
અન્યદર્શનવાળા યોગીઓ જૈનદર્શનના આચારો કરતાં ભિન્નાચારવાળા દર્શનમાં રહેલા છે, અને તેઓની ચિત્તની તે પ્રકારની ભૂમિકા હોવાને કારણે યોગમાર્ગના સેવન માટેની તેઓમાં તેવા પ્રકારની અધિકારિતા છે. તેથી પોતાના અધિકારના ભેદથી જુદાં જુદાં અનુષ્ઠાનો તેઓ સેવે છે, અને પોતાના ઉપાસ્યને કોઈ અરિહંતની સંજ્ઞા આપે છે, તો કોઈ બુદ્ધની સંજ્ઞા આપે છે, તો કોઈ મહાદેવની સંજ્ઞા આપે છે; આમ છતાં તેઓ પૂર્ણ પુરુષની ઉપાસના કરે છે, તેથી એક સર્વજ્ઞના ઉપાસક છે. ફક્ત અન્ય દર્શનમાં રહેલા યોગીઓ જે યમાદિનું સેવન કરે છે, તે પ્રારંભિક ભૂમિકાના છે, સૂક્ષ્મ બોધ વગરના છે, તો પણ તે યોગીઓ મોક્ષમાર્ગને અનુકૂળ સ્થૂલ બોધથી યુક્ત છે, અને પોતાની ભૂમિકા પ્રમાણે તે બોધને અનુરૂપ સર્વજ્ઞના વચનાનુસાર તે તે દર્શનમાં રહેલા યોગમાર્ગનું સેવન કરીને વીતરાગતા તરફ જઈ રહ્યા છે, તેથી તે સર્વ યોગીઓ એક પૂર્ણ પુરુષના ઉપાસક છે; અને જૈનદર્શનમાં રહેલા અને જૈનદર્શનના પરમાર્થને જાણનારા યોગીઓ સર્વજ્ઞએ કહેલા વિશેષ પ્રકારના દેશવિરતિ કે સર્વવિરતિરૂપ આચારને સેવનારા છે, તેઓ અન્ય દર્શનવાળા યોગીઓ કરતાં સર્વજ્ઞના આસન્નતર ઉપાસક છે, તોપણ જૈનદર્શનના યોગીઓના અને અન્યદર્શનના યોગીઓના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે; ફક્ત તે ઉપાસ્યને જૈનદર્શનના યોગીઓ ‘અરિહંત' કહે છે, જ્યારે અન્યદર્શનના કોઈક યોગીઓ તથાતા' કહે છે, તો કોઈક યોગીઓ મહાદેવ” કહે છે, તોપણ જૈનદર્શનના યોગીઓના અને અન્યદર્શનના યોગીઓના ઉપાસ્ય એક સર્વજ્ઞ છે; અને પૂર્ણ પુરુષની ઉપાસના કરીને જૈનદર્શનવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org