________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૮-૯
૩૧
ક્ષણિકવાદી કઈ રીતે નિવારણ કરી શકે ? અર્થાત્ નિવારણ કરી શકે નહીં; કેમ કે પ્રતિવાદીએ પ્રત્યક્ષના વિરોધના પરિહાર માટે કહ્યું કે ‘અગ્નિના સાંનિધ્યમાં પાણી બાળે છે તેવો પાણીનો સ્વભાવ છે, અર્થાત્ પાણી અત્યંત દૂર નહીં પણ થોડું દૂર રહેલું હોય અને અગ્નિમાં હાથ નાંખીએ તો જે દાહ ઉત્પન્ન થાય છે, તે દાહ અગ્નિની પાસે રહેલા પાણીથી થયેલ છે, અગ્નિથી થયેલો નથી, તેમ પ્રતિવાદી કહે, તો ક્ષણિકવાદી તેનું નિરાકરણ કરી શકે નહીં.
અહીં ક્ષણિકવાદી કહે કે ‘પાણી દૂર છે અને અગ્નિ નજીક છે, તેથી દૂર રહેલું પાણી કેવી રીતે બાળી શકે ?' તેથી પ્રતિવાદી પોતાના સ્થાપન કરેલ કથનની પુષ્ટિ માટે કહે છે કે જેમ દૂર રહેલું લોહચુંબક લોઢાનું આકર્ષણ કરે છે, પરંતુ લોહચુંબક પોતાને સ્પર્શેલા લોઢાનું આકર્ષણ કરતું નથી, તેમ હસ્તાદિને સ્પર્શેલો અગ્નિ બાળતો નથી પરંતુ દૂર રહેલું પાણી બાળે છે, તેમ સ્વીકારી શકાય; કેમ કે ક્ષણિકવાદી દૃષ્ટાંતના બળથી પદાર્થનો ક્ષણિક સ્વભાવ સ્વીકારી શકે છે, તેમ પ્રતિવાદી પણ લોહચુંબકના દૃષ્ટાંતના બળથી પાણીનો બાળવાનો સ્વભાવ સ્થાપન કરી શકે છે; અને આ રીતે પ્રતિવાદી જ્યારે લોહચુંબકના દૃષ્ટાંતના બળથી પાણીનો બાળવાનો સ્વભાવ સ્થાપિત કરે ત્યારે પાણીનો શીતસ્વભાવ સ્વીકારનાર ક્ષણિકવાદી તેનું નિરાકરણ કરી શકે નહીં; કેમ કે ક્ષણિકવાદીના મતે આ પદાર્થનો આવો સ્વભાવ કેમ છે ? તેવો પ્રશ્ન થઈ શકે નહીં.”
અહીં વાદી પ્રતિવાદીને કહે કે ‘પાણીનો શીતસ્વભાવ તો બધાને પ્રતીત છે, જ્યારે પાણીનો બાળવાનો સ્વભાવ કોઈને પ્રતીત નથી; તેથી પાણીનો શીતસ્વભાવ સ્વીકારી શકાય, પરંતુ પાણીનો બાળવાનો સ્વભાવ સ્વીકારી શકાય નહીં.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે ‘વિશેષનો વિનિગમ નથી' અર્થાત્ પાણીનો શીતસ્વભાવ છે ? કે અગ્નિના સાંનિધ્યમાં બાળવાનો સ્વભાવ છે ? તે રૂપ વિશેષનો નિર્ણય થઈ શકે તેવું કોઈ નિયામક તત્ત્વ નથી. તેથી જો દૃષ્ટાંતના બળથી વાદી પદાર્થના ક્ષણિક સ્વભાવની સિદ્ધિ કરી શકતો હોય તો લોહચુંબકના દષ્ટાંતના બળથી અગ્નિના સાંનિધ્યમાં પાણીનો બાળવાનો સ્વભાવ પણ સિદ્ધ થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org