________________
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/શ્લોક-૧૪
“તત્વથી પરમાર્થથી ભિન્ન અભિપ્રાયવાળા સર્વજ્ઞ નથી, જે કારણથી ઘણા છે જે કારણથી ઘણા સર્વજ્ઞ છે માટે ભિન્ન છે, એમ નથી, એ પ્રકારનો અર્થ છેતત:=તે કારણથી-તત્ત્વથી સર્વજ્ઞ ભિન્ન નથી તે કારણથી, તદધિમુક્તિઓનું પોતપોતાના ધર્મપ્રણેતાઓમાં શ્રદ્ધાવાળાઓનું, તેના ભેદનું આશ્રયણ=સર્વજ્ઞના ભેદનો સ્વીકાર, મોહ છે.” (યો.દ.સ. શ્લોક-૧૦૨).૧૪ ભાવાર્થ :ધર્મવાદની અપેક્ષાએ સર્વ દર્શનોનાં શાસ્ત્રોનો અભેદ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિમાં શાસ્ત્રનો જ અવકાશ છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે દરેક દર્શનનાં શાસ્ત્રો ભિન્ન-ભિન્ન દિશામાં જનારાં છે. તેથી વિચારકને શાસ્ત્રશ્રદ્ધા પણ કઈ રીતે થઈ શકે ? તેથી કયા શાસ્ત્રને અવલંબીને પ્રવૃત્તિ કરવાથી તત્ત્વની પ્રાપ્તિ થાય ? તેની સ્પષ્ટતા કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે “ધર્મવાદની અપેક્ષાએ તાત્પર્યને ગ્રહણ કરીએ તો કોઈ શાસ્ત્રનો ભેદ નથી' અર્થાત્ કોઈપણ દર્શનમાં રહેલા શાસ્ત્રનો ભેદ નથી; કેમ કે સર્વદર્શનકારો “આત્માની મોક્ષ અવસ્થા સારી કહે છે, સંસાર અવસ્થા ખરાબ કહે છે, સંસાર અવસ્થાની નિષ્પત્તિનું કારણ રાગ-દ્વેષ અને મોહ કહે છે, અને તેના નાશ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કહે છે. તેથી તે રૂપ ધર્મવાદની અપેક્ષાએ શાસ્ત્રના તાત્પર્યને ગ્રહણ કરવામાં આવે તો કોઈ શાસ્ત્રનો ભેદ નથી; અને તેમાં યુક્તિ આપે છે કે “ધર્મપ્રણેતાઓનો અભેદ છે.”
ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે સર્વ દર્શનકારોના ધર્મપ્રણેતા જુદા છે, તે રીતે લોકમાં પ્રસિદ્ધ છે. આમ છતાં બધા ધર્મપ્રણેતાઓમાં અભેદ છે, તેમ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
જેમ વીર ભગવાન ધર્મપ્રણેતા છે અને ઋષભદેવ ભગવાન પણ ધર્મપ્રણેતા છે અને પાર્શ્વનાથ ભગવાન પણ ધર્મપ્રણેતા છે, તેમાં વ્યક્તિરૂપે ભેદ હોવા છતાં પરમાર્થથી ભેદ નથી, તેમ મોક્ષમાર્ગને કહેનારા બુદ્ધ, કપિલ આદિ સર્વ ધર્મપ્રણેતાઓમાં પરસ્પર ભેદ નથી.
અહીં પ્રશ્ન થાય કે લોકમાં તેઓની બુદ્ધ, કપિલ, વીર આદિ પ્રણેતાઓની ભેદરૂપે પ્રસિદ્ધિ કેમ છે ? તેથી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org